UTTAR PRADESH : વિકાસ કામોની બેઠક દરમિયાન DM અને BDO ઓ વચ્ચે ઝપાઝપી!
UTTAR PRADESH : ઉત્તર પ્રદેશના (UTTAR PRADESH ) આગ્રા જિલ્લામાં એક સમાચારે ચર્ચા જમાવી છે. તમાશાને તેડુ ન હોય તેમ આ વાત પણ ચારેબાજુ ફેલાઇ ગઇ છે. બે સરકારી બાબુઓ ચાલુ મીટીંગમાં બાખડી પડ્યા અને જીભાજોડી એટલી વધી ગઇ કે એક બીજા પર મારા-મારી કરવા લાગ્યા એ પણ કોઇ સામાન્ય કર્મચારીઓ નહી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અનિરુદ્ધ સિંહ ચૌહાણ વચ્ચે ઝપાઝપી થઈ હતી. BDO અધિકારી પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાના સુમારે જિલ્લા મેજીસ્ટ્રેટ કેમ્પ ઓફિસમાં સરકારની પ્રાથમિક યોજનાઓ અંગે બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભા સિંહ પણ હાજર હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામોની માહિતી લઈ રહ્યા હતા
આ દરમિયાન જિલ્લા મેજીસ્ટ્રેટ તમામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામોની માહિતી લઈ રહ્યા હતા. આ સાથે કામોમાં સુધારો કરવા અથવા ઝડપી બનાવવા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તમામ અધિકારીઓ પોતાના વિસ્તારના વિકાસ કામોની એક પછી એક માહિતી આપતા હતા. આ દરમિયાન બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ ચૌહાણનો વારોઆવ્યો હતો.બીડીઓ અનિરુદ્ધસિંહ ચૌહાણે તેમના વિકાસ બ્લોકમાં થયેલા કામોની માહિતી આપી હતી. એફઆઈઆરમાં ઉલ્લેખિત વસ્તુઓ સિવાય, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ડીએમએ મીટિંગમાં પેપર વેટ ફેંક્યું ત્યારે બીડીઓએ પણ તેમને લાત મારી હતી.
#Agra#आगरा में #DM ने #BDO को पेपर वेट से #मारा
तो बदले में BDO अनिरुद्ध सिंह ने DM को #जूता फेंककर मारा
अब BDO साहब नप गए, #FIR दर्ज हुई@OfficeOfDMAgra @agrapolice @Uppolice @UPGovt @myogioffice pic.twitter.com/OnX4RH7Fqa
— Goldy Srivastav (@GoldySrivastav) February 9, 2024
ખંડૌલીના ADO પંચાયતે BDO વિરુદ્ધ રકાબગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો
આ દરમિયાન ડીએમએ પૂછ્યું કે નાગલા કાલી ઉજરાઈ રોડ પર પાણી ભરાવાની સમસ્યા કેમ ખતમ નથી થઈ રહી. ત્યાં તળાવ બનાવવા માટે કયા પ્રકારનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે અંગે વિસ્તારના લોકો ચિંતિત છે. આનાથી ઉશ્કેરાઈને બીડીઓએ કહ્યું, શું હું બધું કામ કરી લઈશ? અને પછી અન્ય સવાલોના જવાબ આપવાને બદલે તેણે ડીએમને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. ખંડૌલીના ADO પંચાયતે BDO વિરુદ્ધ રકાબગંજ પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ગેરવર્તનનો કેસ દાખલ કર્યો છે.
બીડીઓની ધરપકડના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ડીએમએ આ ઘટના અંગે સરકારને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી. DCP સિટી સૂરજ રાયે કહ્યું કે ADO પંચાયત દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે BDO વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીડીઓની ધરપકડના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીડીઓ દ્વારા તેમની કેમ્પ ઓફિસમાં ડીએમ સાથે ગેરવર્તણૂકની ઘટના થોડી જ વારમાં સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો - NEET UG 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ, આ રહી તમામ વિગત