Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banda: લગ્ન પ્રસંગ અચાનક માતમમાં છવાયો! પાંચ લોકોને ફુડ પોઈઝનીંગ, એક નિર્દોષનું મોત

Banda: ઉત્તર પ્રદેશથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના બાંદામાં ખાવા ખાવાથી એક પરિવારના અડધાથી વધારે લોકો બીમાર પડી ગયાં હતાં. દરેક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડમાં આવ્યા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમાથીં એક માસુમ...
banda  લગ્ન પ્રસંગ અચાનક માતમમાં છવાયો  પાંચ લોકોને ફુડ પોઈઝનીંગ  એક નિર્દોષનું મોત
Advertisement

Banda: ઉત્તર પ્રદેશથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના બાંદામાં ખાવા ખાવાથી એક પરિવારના અડધાથી વધારે લોકો બીમાર પડી ગયાં હતાં. દરેક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડમાં આવ્યા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમાથીં એક માસુમ બાળકનું મોત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, લગ્નના માહોલમાં અચાનક માતમ છવાઈ ગયો હતો. લગ્નમાં એકસાથે પાંચ લોકો અચાનક બીમાર પડેલા લોકોની સંભાળ લેવા માટે ડોક્ટરોની એક ટીમ ગામમાં પહોંચી ગઈ હતી.

ખાધા બાદ કેટલાક લોકોને ફુડ પોઈઝનીંગ થઈ ગયું

મળતી વિગતો પ્રમાણે લગ્નના એક કાર્યક્રમમાં જમવાથી કેટલાક લોકોને ફુડ પોઈઝનીંગ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જમવાના સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ કરી હતીં. આ ઘટના બન્યા બાદ આખા ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારે બાળકીના પરિવારજની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Advertisement

બધાએ માયનાના ફંક્શનમાં ડિનર લીધું હતું

આ મામલો ઉત્તર પ્રદેશના બાબેરુ કોતવાલીના સાતન્યા ગામનો છે. અહીં રહેતા ચેતન પ્રજાપતિના પુત્રના લગ્નનો કાર્યક્રમ હતો. સંબંધી રામકરણ તેના પરિવાર સાથે લગ્નના કાર્યક્રમમાં ગયો હતો. લગ્નના સરઘસના એક દિવસ પહેલા, બધાએ માયનાના ફંક્શનમાં ડિનર લીધું હતું. અચાનક રાત્રે 11 વાગ્યા બાદ અડધો ડઝનથી વધુ લોકોને ઝાડા-ઊલટી થવા લાગી હતી. પરિવારના સભ્યો ઘરે તેમની સારવાર કરતા રહ્યા પરંતુ સ્થિતિ વધુ બગડતી જોઈને બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

Advertisement

ખાધા પછી ઘણા લોકો બીમાર પડી ગયા

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટમાં સારવાર દરમિયાન એક બાળકીને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતીં. એક જ પરિવારના અડધાથી વધારે લોકોની અત્યારે સારવાર ચાલી રહીં છે. પરિવારજનોએ જણાવ્યું કે, લગ્નના એક કાર્યક્રમમાં આ લોકોની એકાએક તબિયત બગડવા લાગી હતી. જેથી તે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બાબતે બાબેરુ સીએચસીના ડૉક્ટર આશુતોષનું કહેવું છે કે, આ ખોરાક ખાધા પછી ઘણા લોકો બીમાર પડ્યા હતા. એક બાળકીનું મોત થયું છે, બાકીની સારવાર ચાલી રહી છે. ગામમાં મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવી છે. પરિવારજનો સાથે વાત કર્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરી છે. દરેક વ્યક્તિ ખતરાની બહાર છે.

આ પણ વાંચો: CBI ની સાત શહેરોમાં રેડ! 41,000 ખાતામાંથી થઈ 820 કરોડની હેરાફેરી
આ પણ વાંચો: Bengaluru Blast નો આરોપી બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયો અને પછી…
Tags :
Advertisement

.

×