ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ

UPSCનું ફાઈનલ પરિણામ જાહેર શક્તિ દુબેએ UPSCમાં કર્યુ ટોપ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ ગુજરાતની હર્ષિતા શાહ બીજા ક્રમે ગુજરાતના માર્ગી શાહ દેશમાં ચોથા ક્રમે ટોપ-30માં 3 ગુજરાતીઓ સામેલ UPSC Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આજે સિવિલ સર્વિસિઝ...
03:26 PM Apr 22, 2025 IST | Hiren Dave
UPSCનું ફાઈનલ પરિણામ જાહેર શક્તિ દુબેએ UPSCમાં કર્યુ ટોપ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ ગુજરાતની હર્ષિતા શાહ બીજા ક્રમે ગુજરાતના માર્ગી શાહ દેશમાં ચોથા ક્રમે ટોપ-30માં 3 ગુજરાતીઓ સામેલ UPSC Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આજે સિવિલ સર્વિસિઝ...
featuredImage featuredImage
UPSCResult

UPSC Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન (CSE)ના ફાઈનલ રિઝલ્ટ (UPSC Result) જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે (ShaktiDubey)ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માત્ર 241 ઉમેદવારો જ ઉતીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ (HarshitaGoyal)આવી છે. UPSCની પરીક્ષામાં ઉતીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.

UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે.

2018થી શરૂ કરી હતી તૈયારી

યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ 2018થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી.

આ પણ  વાંચો -Dhankhar on Supreme Court: 'સંસદ સર્વોચ્ચ, તેનાથી ઉપર કોઈ નથી', ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી કહ્યું

UPSC 2025ના ટોપ 10 રેન્કર્સ

  1. શક્તિ દુબે
  2. હર્ષિતા ગોયલ
  3. ડોંગરે અર્ચિત
  4. શાહ માર્ગી
  5. આકાશ ગર્ગ
  6. કોમલ પુનિયા
  7. આયુષી બંસલ
  8. રાજ કૃષ્ણા જ્હાં
  9. આદિત્ય વિક્રમ અગ્રવાલ
  10. મયંક ત્રિપાઠી

આ પણ  વાંચો -Sharbat Jihad મુદ્દે દિલ્હી હાઈકોર્ટે Baba Ramdev ને ખખડાવ્યા, 5 દિવસમાં વીડિયો હટાવાનો કર્યો આદેશ

કુલ 1009  ઉમેદવારોએ યુપીએસસી પાસ કરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માં નિમણૂક માટે કુલ 1,009 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) ના પદો પર નિયુક્ત કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોમાં વિવિધ શ્રેણીઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય શ્રેણીના 335, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), 109 અન્ય પછાત વર્ગ (OBC), 160 અનુસૂચિત જાતિ (SC) અને 87 અનુસૂચિત જનજાતિ (ST)નો સમાવેશ થાય છે.

દિવ્યાંગ શ્રેણીમાંથી 45 ઉમેદવારોની પસંદગી

આ વખતે, PwBD શ્રેણી હેઠળ કુલ 45 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 12 PwBD-1 (દૃષ્ટિહીન), 8 PwBD-2 (શ્રવણહીન), 16 PwBD-3 (ગતિશીલતા ક્ષતિ) અને 9 PwBD-5 (અન્ય વિકલાંગતા) છે. આ પરિણામ માત્ર એક સફળતાની વાર્તા નથી પણ વિવિધતા અને સમાવેશ તરફ એક સકારાત્મક સંકેત પણ છે. પસંદ થયેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

Tags :
BigBreakingGujaratFirstHarshitaGoyalMargiShahShaktiDubeyUPSCUPSCResult