UPSC 2024 Result: શક્તિ દૂબેના સપના, સંઘર્ષ અને સફળતા સુધીની UPSCની સફર
- UPSCનું ફાઈનલ પરિણામ જાહેર
- શક્તિ દુબેએ UPSCમાં કર્યુ ટોપ
- ટોપ-30માં 3 ગુજરાતીઓ સામેલ
UPSC CSE Topper Shakti Dubey: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષના રિઝલ્ટમાં શક્તિ દુબેએ પ્રથમ ( Topper Shakti Dubey)સ્થાન મેળવ્યું છે, જ્યારે હર્ષિતા ગોયલે બીજા સ્થાને આવીને પોતાની સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1129 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (IAS) ની 180 જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (IFS) ની 55 જગ્યાઓ અને ભારતીય પોલીસ સેવા (IPS) ની 147 જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી
UPSC ટોપર શક્તિ દુબે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છે. તાજેતરમાં, એક મોક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ચહલે એકેડેમીને જણાવ્યું કે તેણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તેમણે બનારસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને ત્યાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો. શક્તિએ 2018 માં UPSC ની તૈયારી શરૂ કરી હતી અને હવે તેની મહેનત સફળ થઈ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી.
સાત વર્ષની સખત મહેનતનું પરિણામ
શક્તિ દુબેએ જણાવ્યું કે તે 2018 થી સતત પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. સાત વર્ષની સખત મહેનત પછી, તેણીને પરીક્ષા પાસ કરવાનો વિશ્વાસ હતો, પરંતુ તેણીએ ક્યારેય કલ્પના કરી ન હતી કે તે તેમાં ટોચનું સ્થાન મેળવશે. તેની સફળતા પર તેના પરિવારના સભ્યોની ખુશીનો કોઈ પાર નથી. શક્તિ દુબેએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવાર, મિત્રો અને શિક્ષકોને આપ્યો છે.
આ પણ વાંચો -UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ
ટોપ-30માં ત્રણ ગુજરાતી
યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં બીજા ક્રમે હર્ષિતા ગોયલ, ચોથા ક્રમે શાહ માર્ગી આવી છે. જ્યારે 30માં ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. કુલ 1009 ઉમેદવારો UPSC પાસ થયા
આ પણ વાંચો -J&K Attack: પહલગામના બાયસનમાં આંતકી હુમલો થતા સર્ચ ઓપરેશન શરુ
કુલ 1009 ઉમેદવારોએ યુપીએસસી પાસ કરી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માં નિમણૂક માટે કુલ 1,009 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) ના પદો પર નિયુક્ત કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોમાં વિવિધ શ્રેણીઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય શ્રેણીના 335, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), 109 અન્ય પછાત વર્ગ (OBC), 160 અનુસૂચિત જાતિ (SC) અને 87 અનુસૂચિત જનજાતિ (ST)નો સમાવેશ થાય છે.
દિવ્યાંગ શ્રેણીમાંથી 45 ઉમેદવારોની પસંદગી
આ વખતે, PwBD શ્રેણી હેઠળ કુલ 45 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 12 PwBD-1 (દૃષ્ટિહીન), 8 PwBD-2 (શ્રવણહીન), 16 PwBD-3 (ગતિશીલતા ક્ષતિ) અને 9 PwBD-5 (અન્ય વિકલાંગતા) છે. આ પરિણામ માત્ર એક સફળતાની વાર્તા નથી પણ વિવિધતા અને સમાવેશ તરફ એક સકારાત્મક સંકેત પણ છે. પસંદ થયેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.