Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UPSC 2023 Students: રીક્ષા ચાલકના પુત્રે કોચિંગ સેન્ટરની મદદ વગર UPSC પરીક્ષા કરી પાસ

UPSC 2023 Students: ગઈકાલે જાહેર થયેલા UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિક્ષામાં કુલ 1016 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તો બીજી તરફ દેશમાં કુલ 1105 જેટલી કેન્દ્રીય વિભાગોમાં જગ્યાઓ ખાલી પડેલી...
10:33 PM Apr 17, 2024 IST | Aviraj Bagda
UPSC, UPSC Exame, UPSC 2023, UPSC passing Students

UPSC 2023 Students: ગઈકાલે જાહેર થયેલા UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિક્ષામાં કુલ 1016 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તો બીજી તરફ દેશમાં કુલ 1105 જેટલી કેન્દ્રીય વિભાગોમાં જગ્યાઓ ખાલી પડેલી છે. પરંતુ આ દેશની સૌથી કઠિન પરીક્ષાને પાસ કરવા માટે વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને કેટલી મુશ્કેલીઓ પડી છે. તેનાથી આપણે કેટલીકવાર અજ્ઞાત હોઈએ છીએ.

ત્યારે આ વખતે UPSC 2023 પરીક્ષામાં 457 માં સ્થાને હરિયાણાના રિવાડીમાં આવેલા ગુલાબી બાગમાં રહેતો શિવમ આવ્યો છે. UPSC 2023 પરિક્ષા પાસ કરવાથી શિવમ અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ગુલાબી બાગના દરેક વ્યક્તિઓ શિવમના ઘરે આવીને તેની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કારણ કે.... પરિવાર સહિત સમગ્ર વિસ્તારનું શિવમે ગૌરવ વધાર્યું છે.

શિવમે IIT ગુવાહટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું

શિવમના પરિવારની વાત કરીએ તો, તેના પિતા હરદયાલ રિક્ષા ચાલક છે. શિવમની માતા કહ્યું હતું કે, શિવમ નાનપણથી જ ભણવામાં નિપુણ હતો. શિવમે તેનું પ્રાથમિક શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું હતું. તો બાકીનો અભ્યાસ ગુવાહટીમાંથી પૂર્ણ કર્યો હતો. તે ઉપરાંત શિવમે IIT ગુવાહટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યાર બાદ શિવમે UPSC પાસ કરવાનું નક્કી કર્યું હતું.

કોચિંગ ક્લાસની મદદ વગર પાસ કરી પરીક્ષા

જોકે UPSC 2023 ની પરીક્ષા 3 પ્રયાસમાં પાસ કરી હતી. તે ઉપરાંત શિવમે કોઈપણ કોચિંગ સેન્ટર ક્લાસની મદદ વગર UPSC 2023 માં 457 માં ક્રમાંક સાથે પાસ થયો હતો. ત્યારે શિવમના પિતા આ અવસર પર જણાવે છે કે, આ સફળતાનો સંપૂર્ણ શ્રેય શિવમને સમર્પિત છે. અને મને તેની આ સફળતાની અનોખી ખુશી મહેસુસ થઈ રહી છે. શિવમે પરિવાર સહિત વિસ્તારના તમામ લોકોનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો: UPSC 2023 Student Sarika: દિવ્યાંગ વિદ્યાર્થિનીએ માત્ર 3 આંગળીઓ વડે દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી

આ પણ વાંચો: UPSC Student Pawan Kumar: UPSC માં 239 ક્રમ મેળવનાર વિદ્યાર્થીએ જીવનના સંઘર્ષમાં પ્રથમ સ્થાને આવ્યો

આ પણ વાંચો: UPSC 2023 Result: UPSC 2023 ટોપર આદિત્ય શ્રીવાસ્તવે આ રીતે કરી હતી તૈયારી…

Tags :
ExamGujaratFirstHariyanaNationalsuccessUPSCUPSC 2023UPSC 2023 StudentsUPSC Topper
Next Article