ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સામે બાઈક મુકીને ભાગ્યો વ્યક્તિ, પછી થયું એવું કે...

UP ના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા યુવક પોતાનું બાઈક વંદે ભારત ટ્રેન સામે છોડીને ભાગ્યો બાઈક ટ્રેન સાથે અથડાતા લાંબા અતંર સુધી ઘસડાઈ UP ના પ્રયાગરાજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવક પોતાનું બાઇક આવી...
11:05 AM Nov 09, 2024 IST | Dhruv Parmar
  1. UP ના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા
  2. યુવક પોતાનું બાઈક વંદે ભારત ટ્રેન સામે છોડીને ભાગ્યો
  3. બાઈક ટ્રેન સાથે અથડાતા લાંબા અતંર સુધી ઘસડાઈ

UP ના પ્રયાગરાજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવક પોતાનું બાઇક આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસની સામે છોડીને ભાગી ગયો હતો. જેના કારણે બાઈક વંદે ભારત ટ્રેનના એન્જીનમાં ફસાઈ ગઈ અને લાંબા અંતર સુધી ખેંચાતી રહી. સદ્ભાગ્ય છે કે વંદે ભારત પાટા પરથી ઉતરી નહીં નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના ગઈકાલે સાંજે 4.20 કલાકે બની હતી. વંદે ભારત વારાણસીથી પ્રયાગરાજ જંકશન તરફ આગળ વધી રહી હતી. UP ના ઝાંસી સ્ટેશન નજીક બંધવા તાહિરપુર રેલવે અંડરપાસ પર કેટલાક યુવકો બાઇક સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન સામેથી વંદે ભારત આવતી દેખાતાં એક યુવક રેલવે ટ્રેક પર બાઇક મૂકીને ભાગી ગયો હતો. બાઇક સાથે જોરદાર ટક્કર બાદ વંદે ભારતમાં બેઠેલા મુસાફરોને આંચકો લાગ્યો હતો.

આ પણ વાંચો : Delhi માં બદમાશોએ કર્યું ફાયરિંગ, એક વ્યક્તિનું મોત...

ઈમરજન્સી બ્રેક લગાવવી પડી...

બાઇક ખેંચાવાનો જોરદાર અવાજ આવવા લાગ્યો. આ દરમિયાન લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. વારાણસી સ્થિત નોર્થ ઈસ્ટર્ન રેલવેના કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી આપવામાં આવતાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને રેલવે ટ્રેક પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. RPF અને જીઆરપી ઘટનાની તપાસ કરી રહી છે અને બાઇક માલિકની શોધ કરવામાં આવી રહી છે. બાઇક માલિક સામે FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : West Bengal માં વધુ એક ટ્રેન અકસ્માત, 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો...

આ પહેલા દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટના કાનપુરના પંકી સ્ટેશન પાસે બની હતી. આ ઘટનાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની આ ઘટના બાદ કોચના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ વંદે ભારત ટ્રેનના ડ્રાઈવરે કંટ્રોલ રૂમને કરી હતી. આ પછી, RPF પંકીએ અજાણ્યા પથ્થરબાજો સામે કેસ નોંધ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Delhi ના લોકો થઇ જજો સાવધાન! AQI ના સ્તરમાં થયો વધારો

Tags :
Bike placed on railway tracks of Vande Bharat train in PrayagrajGujarati NewsIndiamajor tragedy avertedNationalrailway tracks of Vande Bharat traintrain mishapUttar Pradesh
Next Article