Jharkhand ના સાહિબગંજમાં બે માલગાડીઓ વચ્ચે ટક્કર, 3 લોકોના મોત , 4 ઘાયલ
- બે માલગાડીઓ સામ-સામે અથડાઈ
- એન્જિનમાં આગ ભભુકી ઉઠી
- અકસ્માતમાં ત્રણ લોકોના મોત
Jharkhand Train Accident: ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બરહેટ ખાતે NTPC ગેટ પાસે બે માલગાડીઓ સામ-સામે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરજાર હતી કે બંને માલગાડીઓના એન્જિનના કુરચા બોલાઈ ગયા હતા. ટક્કરના કારણે બંને એન્જિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા હતા અને એન્જિનમાં આગ ભભુકી ઉઠી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે CISFના ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક રેલવે કર્મચારી હજુ પણ એન્જિનમાં ફસાયેલો છે. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી
જે બે માલગાડીઓ વચ્ચે અકસ્માત થયો છે તે બંને કોલસાથી ભરેલી હતી. અકસ્માતના સમાચાર મળતા જ હંગામો મચી ગયો હતો. હાલમાં સાહિબગંજ મુખ્યાલયથી ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્જિનમાં સાત લોકો હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને વધુ સારવાર માટે સાહિબગંજ જિલ્લાના બરહેત સ્થિત સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનુ કહેવાય છે.
આ ઘટનાની કેવી રીતે બની તે વિશે વાત કરીએ તો, લમટિયાથી ફરક્કા જઈ રહેલી કોલસાની ટ્રેન રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના એન્જિનમાં આગ લાગી ગઈ છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.
આ પણ વાંચો : દેશભરમાં આજથી થઈ શકે છે મોટા ફેરફાર ! જાણો તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર