Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRAIN FIRE : દિલ્હીના ઓખલા રેલ્વે સ્ટેશન પર તાજ એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, જુઓ video

TRAIN FIRE : દિલ્હીના ઓખલા (OKHLA)રેલવે સ્ટેશન પર આગની (TRAIN FIRE )ઘટના સામે આવી છે. જ્યારે 2280 તાજ એક્સપ્રેસ ટ્રેન (Taj Express)ઓખલા-તુગલકાબાદ બ્લોક સેક્શન પર પહોંચી ત્યારે ચાર ડબ્બાઓમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે ટ્રેનના...
train fire    દિલ્હીના ઓખલા રેલ્વે સ્ટેશન પર તાજ એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ  જુઓ video

TRAIN FIRE : દિલ્હીના ઓખલા (OKHLA)રેલવે સ્ટેશન પર આગની (TRAIN FIRE )ઘટના સામે આવી છે. જ્યારે 2280 તાજ એક્સપ્રેસ ટ્રેન (Taj Express)ઓખલા-તુગલકાબાદ બ્લોક સેક્શન પર પહોંચી ત્યારે ચાર ડબ્બાઓમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે ટ્રેનના બાકીના ભાગને લગેજ કમ્પાર્ટમેન્ટથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ડીઆરએમ દિલ્હી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Advertisement

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રેનના કોચમાંથી મોટી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે.

Advertisement

દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,અમને સાંજે તાજ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લાગવાની માહિતી મળી હતી. આગને કાબૂમાં લેવા માટે આઠ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Advertisement

મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં આગ લાગી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેન મુંબઈથી શરૂ થઈ હતી અને મહારાષ્ટ્રના નાસિક રોડ સ્ટેશન નજીક પહોંચી ત્યારે ગોદાન (મુંબઈ એલટીટી-ગોરખપુર) એક્સપ્રેસની છેલ્લી લગેજ બોગીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે ટ્રેનના બાકીના ભાગને લગેજના ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે એકપણ પેસેન્જર બોગીમાં આગ લાગી ન હતી. જો પેસેન્જરની બોગીમાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

આ પણ  વાંચો - UP Vote Counting: યુપીમાં મતગણતરીને લઈ ખાસ સૂચનો બહાર પાડ્યા, વિજય સરઘસ પર લગાવી રોક

આ પણ  વાંચો - Gujarat First Network તમને મતગણતરીની પળેપળની માહિતીથી રાખશે અપડેટ…

આ પણ  વાંચો - EXIT POLL Fake છે, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જાણો AAP નેતાએ આવું શા માટે કહ્યું…

Tags :
Advertisement

.