Uttar Pradesh: CM યોગી આદિત્યનાથને ફરી મારી નાખવાની ધમકી, પોલીસ આરોપીની શોધમાં વ્યસ્ત
- એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રીને ધમકીનો સ્ક્રીનશોટ મોકલ્યો
- ધમકી આપનાર વ્યક્તિ ગોરખપુરનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી
- સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુંબઈથી જાનથી મારી નાખવાની ધમકીનો મામલો હજુ ઠંડો પડ્યો જ નથી. જ્યારે કોઈએ ગોરખપુર પોલીસના એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રીને ધમકીનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ વખતે ધમકી આપનાર વ્યક્તિ ગોરખપુરનો રહેવાસી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તે ગોરખપુરમાં ક્યાં રહે છે તે અંગે જાણકારી માટે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: કેનેડામાં મંદિર પર થયેલા હુમલા મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા, કહ્યું - હિંસાના આવા કૃત્યો...
મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ મુંબઈની ફાતિમા ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે મુંબઈ પોલીસે રવિવારે બપોરે ફાતિમાની અટકાયત કરી હતી.\ તપાસ દરમિયાન તે માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. ફાતિમાના ટ્વીટને રીટ્વીટ કરતા ગોરખપુરના રિયાજુલ હક અંસારી નામના વ્યક્તિએ તેના સૈફ અન્સારી નામના એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે કે 'હું યોગીને પણ મારી નાખીશ'.
આ પણ વાંચો: UP પેટાચૂંટણી વચ્ચે CM Yogi અચાનક દિલ્હી પહોંચ્યા, પીએમ અને જેપી નડ્ડાને મળ્યા
આ સંગઠને સૈફને આતંકવાદી ગણાવ્યો છે
આ રીટ્વીટની નોંધ લેતા વોઈસ ઓફ હિંદુ નામના સંગઠને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સંગઠને સૈફને આતંકવાદી ગણાવ્યો છે અને તેને ગોરખપુરનો રહેવાસી ગણાવ્યો છે. આ ટ્વીટ પછી ગોરખપુર પોલીસ સતર્ક થઈ ગઈ અને રિયાજુલ હક અન્સારી વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. એસપી સિટી અભિનવ ત્યાગીએ કહ્યું છે કે મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. ખાતાધારકને શોધી કાઢવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: "બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું" CM યોગીને ધમકી આપનાર મહિલાની મુંબઈ પોલીસે કરી ધરપકડ