Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi ના કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના ગેંગના શૂટરની ધરપકડ

દિલ્હીનો કુખ્યાત ગેંગસ્ટર કે જેને દિલ્હીના દાઉદ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. પરંતુ નીરજ બવાનાની ગેંગ પણ લોરેન્સ બિશ્નોઈની જેમ જેલમાં રહીને પણ ઓપરેટ થાય છે અને તેને ઓપરેટ કરે છે...
delhi ના કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના ગેંગના શૂટરની ધરપકડ

દિલ્હીનો કુખ્યાત ગેંગસ્ટર કે જેને દિલ્હીના દાઉદ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. પરંતુ નીરજ બવાનાની ગેંગ પણ લોરેન્સ બિશ્નોઈની જેમ જેલમાં રહીને પણ ઓપરેટ થાય છે અને તેને ઓપરેટ કરે છે દિલ્હીનો દાઉદ નીરજ બવાના. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી પોલીસ અને NIA સતતન નીરજ બવાના લોરેંસ બિશ્નોઈ ગેંગ પર સતત કાર્યવાહી કરી રહી છે અને એક પછી એક તબક્કાવાર રીતે ગેંગના શૂટર્સની ધરપકડ થઈ રહી છે ત્યારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગેંગસ્ટર નીરજ બવાનાની ગેંગના એક એવા બદમાશની ધરપકડ કરી છે જે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી પોલીસ માટે માથાનો દુ:ખાવો બની રહ્યો હતો.

Advertisement

આરોપી ક માર્શલ આર્ટ તાઈક્વાંડોનો પ્લેયર

ઝડપાયેલા આરોપી વિશે કહેવામાં આવે છે કે તેનું નામ પ્રવીણ હુડ્ડા છે અને તે નિરજ બવાના ગેંગમાં સામેલ થતાં પહેલા તે એક માર્શલ આર્ટ તાઈક્વાંડોનો પ્લેયર હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, પ્રવીણ હુડ્ડા ગેંગસ્ટર નીરજ બવાનિયા અને નવીન ભાંજા ગેંગના સાગરિત બનીને વારદાતને અંજામ આપતો હતો. કહેવામાં આવે છે કે આરોપી પોતાના સગ્ગા કાકાનું અપહરણ અને હત્યાના જઘન્ય કેસમાં 2019થી ફરાર હતો અને તેના પર 10 હજાર રૂપિયાનું ઈનામ હતુ. માર્શલ આર્ટ તાઈક્વાંડોમાં તેણે સિલ્વર મેડલ જીતેલો છે. તેની પાસેથી એક આધુનિક પિસ્તલ અને ચાર જીવતા કારતુસ કબ્જે લેવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે તેના પર રૂ. 10 હજારનું ઈનામ જાહેર કર્યું હતુ.

Advertisement

સગ્ગા કાકાનું અપહરણ અને હત્યા કરી હતી

કાકાની હત્યા વિશે પોલીસે જણાવ્યું કે, આરોપી પ્રવિણ હુડ્ડ નો તેના કાકા હરીશ હુડ્ડા સાથે પૈસાનો વિવાદ ચાલી રહ્યો હતો કારણ કે તેના કાકા હરિશે રેલવેમાં નોકરી અપાવવાના નામે તેની પાસેથી પૈસા લીધાં હતા. જોકે પ્રવિણને રેલવેમાં નોકરી મળી નહી અને તેણે હરિશને પૈસા પરત આપવા કહ્યું પણ તેણે પૈસા પરત આપવાન ઈનકાર કર્યો હતો.

Advertisement

જેનાથી પ્રવિણ ગુસ્સામાં પોતાના સાથીઓ સાથે મળીને ફેબ્રુઆરી 2019 માં રોહતકના સિવિલ લાઈન વિસ્તારમાંથી હરિશનું અપહરણ કરી અને બાદમાં દિલ્હીના કંઝાવાલા વિસ્તારમાં તેની હત્યા કરી દીધી હતી. આ મામલે હરિયાણાના રોહતકના સિવિલ લાઈન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ બાદમાં તેમના હત્યાની કલમો ઉમેરવામાં આવી હતી.

હરિયાણા પોલીસ ઈનામ રાખ્યુ હતુ

આ મામલે પ્રવિણ હુડ્ડાનું નામ સામે આવ્યું હતુ જે બાદ પોલીસે તેના પર 10 હજારનું ઈનામ રાખ્યું હતું અને નીરજ બવાના નવીન ભાંજાની ગેંગમાં સામેલ થઈને મોટા ગુનાઓને અંજામ આપી રહ્યો હતો આ ક્રમમાં જ્યારે આરોપી ફરી એકવાર દિલ્હીના રોહીણી વિસ્તારમાં કોઈ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી.

પોલીસની આગળની તપાસ શરૂ

આરોપીએ 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેના પિતા BSF માં કામ કરે છે. વર્ષ 2018માં તેને દિલ્હીના અમનવિહાર પોલીસ મથક વિસ્તારમાં અતિક્રમણ અને ગોળીબારના એક કેસમાં ઝડપી લેવામાં આવ્યો હતો. તે ઘટનામાં તેને પણ ગોળી વાગી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર લઈને પુછપરછ કરી રહી છે.

અહેવાલ : દેવનાથ પાંડે. દિલ્હી

આ પણ વાંચો : પાકિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત, લાહોરથી રચાઈ રહ્યું છે ભારત વિરુદ્ધ ‘ષડ્યંત્ર’….!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.