ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gnanavapi પર ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજે કરી ખાસ વાત

Gnanavapi: જ્ઞાનવાપી પરિસરની વ્યાસજી તહેખાનામાં પૂર્જા અર્ચના કરવાનો ફેસલો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોતાના નિવૃત્તિની છેલ્લા દિવસે ઐતિહાસિક ચુકાદો આપનાર જિલ્લા ન્યાયધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશે આજે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે તેમણે ન્યાયીક સેવાને ધ્યાને રાખીને ચર્ચા કરી...
07:27 PM Feb 08, 2024 IST | VIMAL PRAJAPATI
Gnanavapi

Gnanavapi: જ્ઞાનવાપી પરિસરની વ્યાસજી તહેખાનામાં પૂર્જા અર્ચના કરવાનો ફેસલો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોતાના નિવૃત્તિની છેલ્લા દિવસે ઐતિહાસિક ચુકાદો આપનાર જિલ્લા ન્યાયધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશે આજે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે તેમણે ન્યાયીક સેવાને ધ્યાને રાખીને ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, કેસનો ફેસલો કોઈ પણ હોય પણ તેને રજૂ કરવો સહેલો નથી હોતો. ઘણી વાર તો જજમેન્ટને ઘણીવાર વારંવાર વાંચવું પડે છે અને સુધારવું પડે છે.

હું જે પણ ચુકાદો લખું, તે ઉત્તમ હોવો જોઈએ: ડો.વિશ્વેશ

31 જાન્યુઆરીએ ન્યાયી સેવાથી નિવૃત્ત થયેલા જજ ડો.વિશ્વેશે જ્ઞાનવાપી પરિસર પર પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું જ્યા સુધી ન્યાયીક સેવામાં રહ્યો ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે. મારા મનમાં હંમેશા એવી ઇચ્છા રહેતી હોય છે કે, હું જે પણ ચુકાદો લખું, તે ઉત્તમ હોવો જોઈએ.તેમાં કોઈ પણ કમી ના હોવી જોઈએ. હું એકવાર, બે વાર, ત્રણ વાર વાંચી અને સુધારીને પોતાનો ચુકાદો લખતો હતો.

સેવા નિવૃત્ત થયેલા જજે યોજી પત્રકાર પરિષદ

તમણે વધુમાં કહ્યું કે, મારો હંમેશા પ્રયત્ન રહે છે કે, મારા ચુકાદાઓ અથવા નિર્ણયો ગમે તે હોય, તે ન્યાય પ્રાપ્ત કરવાના હેતુથી લખવા જોઈએ અને તેમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ.આ કારણોસર, મેં જે પણ આદેશો આપ્યા છે તે ફાઇલ પરની સામગ્રી, પુરાવા, સંસ્કરણ અને બંને પક્ષકારોની દલીલોને ધ્યાનમાં રાખીને સમાન ભાવનાને ધ્યાનમાં રાખીને આપ્યા છે.

બીજી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે

બીજી તરફ, જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા મોકૂફ રાખવાની મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી માટે 15 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે ગુરુવારે જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષે જિલ્લા અદાલતના તાજેતરના આદેશ પર વ્યાસજીના ભોંયરામાં પૂજા ફરી શરૂ થયા પછી 15 દિવસ માટે સુનાવણી અટકાવવાની વિનંતી કરી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: રાજસ્થાન UCC લાગું કરવા તૈયાર! ભજનલાલ સાથે આ મંત્રી કરશે ચર્ચા

Tags :
Gnanavapignanavapi caseGnanawapi complex Gnanavapi MasjidGujarati Newsnational news
Next Article