Fake Currency: ઘરમાં જ ચાલતું હતું નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ, ચીન સાથે હતું કનેક્શન!
Fake Currency: ભારતમાં અત્યારે ગુનાખોરીના અનેક કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલા પિંપરી ચિંચવડમાં પોલીસે એક જગ્યાએ બાતમીના આધારે રેડ મારી હતી તેમાં નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે નકરી નોટો છાપવાના રેકેટમાં સંડોવાયેલા 6 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મળવી વિગતો આરોપીઓએ ચાઈનીઝ ઈ-કોમર્સ પોર્ટલ પરથી નકલી નોટો છાપવા માટે કાગળ અને અન્ય કાચો માલ ખરીદ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી 500 રૂપિયાની 400 થી વધુ નકલી નોટો કબજે કરી છે, જેઓ નોટો છાપતા હતા.
500 રૂપિયાની 140 નકલી નોટો ઝડપાઈ હતી
આ રેકેટ અંગે વધારે વાત કરવામાં આવે તો તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે 25 ફેબ્રુઆરીએ પોલીસે રિતિક ખડસે નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી 500 રૂપિયાની 140 નકલી નોટો ઝડપાઈ હતી. પિંપરી ચિંચવડ પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે, તેમણે દિધીમાં નકલી નોટો છાપી હતી. જ્યારે જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે નકલી નોટો છાપવામાં વધુ પાંચ લોકો સંડોવાયેલા છે અને 500ની 300 નોટો જપ્ત કરવામાં આવી છે.
नकली नोट छापने के रैकेट का भंडाफोड़ करने के साथ 6 लोगों को गिरफ्तार
आरोपियों के पास से 500 रुपये के 400 से ज्यादा नकली नोट बरामद
सभी आरोपी फिलहाल पुलिस हिरासत में हैं#fakecurrency #Maharashtra #Pune pic.twitter.com/SZCHVDJ34p— mg_official - વિમલ પ્રજાપતિ (@mgofficial1247) March 1, 2024
પોલીસે અનેક વસ્તુઓ પણ જપ્ત કરી છે
વધુમાં વાત કરવામાં આવે તો ઘટના સ્થળેથી એક પ્રિન્ટર, એક લેપટોપ, ભારતીય મુદ્રા કાગળ, શાહી, કાગળ કાપવાનું મશીન અને વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે પોલીસ દ્વારા 500ની કિંમતની 440 નોટો, 4684 આંશિક પ્રિન્ટેડ નોટો અને ભારતીય ચલણના કાગળોની 1000 શીટ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક આરોપીએ ચીનની ઈ-કોમર્સ વેબસાઈટ પર ખાતું ખોલાવ્યું હતું અને નોટો છાપવા માટે તે દેશમાંથી કરન્સી પેપર મંગાવ્યું હતું. અત્યારે તમામ આરોપીઓ પોલીસની હિરાસતમાં છે અને આ મામલે વધુ તપાસ ચાલું કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024: ભાજપની પહેલી યાદી લગભગ તૈયાર! જાણો ક્યા કોણ છે દાવેદાર?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ