Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્યપ્રદેશમાં આ દિવસે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત! ધારાસભ્યની બેઠકને લઈ આવ્યા મહત્ત્વના અપડેટ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ જીત મેળવી છે. જો કે, અત્યાર સુધી આ ત્રણેય રાજ્યોમાં નવા મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ યથાવત છે. જો કે, પાર્ટી હાઈકમાન્ડે ત્રણેય રાજ્યોમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા માટે નિરીક્ષકોનું...
મધ્યપ્રદેશમાં આ દિવસે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત  ધારાસભ્યની બેઠકને લઈ આવ્યા મહત્ત્વના અપડેટ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ જીત મેળવી છે. જો કે, અત્યાર સુધી આ ત્રણેય રાજ્યોમાં નવા મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ યથાવત છે. જો કે, પાર્ટી હાઈકમાન્ડે ત્રણેય રાજ્યોમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા માટે નિરીક્ષકોનું નિમણૂક કરી દીધી છે, જે રાજ્યોના ધારાસભ્ય દળ સાથે બેઠક કરી ચર્ચા કરશે. આ વચ્ચે મધ્યપ્રદેશથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની બેઠકનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

11 ડિસેમ્બરે યોજાશે બેઠક

Advertisement

મધ્યપ્રદેશમાં સોમવારે એટલે કે 11 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ બેઠક અંગે તમામ ધારાસભ્યોને સત્તાવાર રીતે સૂચના આપવામાં આવી છે. ધારાસભ્ય બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિમણૂક કરવામાં આવેલ નિરીક્ષક દ્વારા કરવામાં આવશે, જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય નેતૃત્વએ 8 ડિસેમ્બરે એમપી માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી હતી. જે મુજબ મધ્યપ્રદેશમાં, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે. લક્ષ્મણ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ આશા લાકરાને નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - દેશના દરેક ખૂણે PM મોદીની ગેરંટીવાળી ગાડી લોકો સુધી પહોંચશે : PM MODI

Tags :
Advertisement

.