Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka: જે પત્નીની હત્યાના આરોપમાં કાપી દોઢ વર્ષની સજા, 5 વર્ષ પછી તે તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી

કર્ણાટકના કોડાગુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને તેની પત્નીની હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને લગભગ દોઢ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો, પરંતુ 5 વર્ષ પછી મહિલા જીવતી મળી આવી હતી.
karnataka  જે પત્નીની હત્યાના આરોપમાં કાપી દોઢ વર્ષની સજા  5 વર્ષ પછી તે તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી
Advertisement
  • પત્નીની હત્યાના આરોપમાં પતિને જેલ, પત્ની જીવતી મળી આવી
  • પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉઠ્યા
  • તપાસમાં પોલીસની બેદરકારી સામે આવી

Karnataka Case: કહેવાય છે કે આરોપી એક સમયે છટકી જાય તો ચાલે (તેને ફરી પકડી શકાય) પણ કોઈ નિર્દોષને સજા ન મળવી જોઈએ. કર્ણાટકમાંથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે, જેને પોલીસ તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ કિસ્સો કોઈ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મથી ઓછો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ 5 વર્ષ પહેલા તેની પત્નીની હત્યા કરી હતી, જેના માટે તે છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ હતો. હવે તેની પત્ની જીવતી મળી આવી છે. આ ખુલાસાએ હવે પોલીસ તપાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના કારણે એક નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યો હતો.

પતિએ દોઢ વર્ષ જેલમાં વિતાવ્યું

પોલીસ તરફથી થયેલી ભૂલોને ગંભીરતાથી લેતા, મૈસુરની એક કોર્ટે પોલીસ અધિક્ષક (SP) ને એક કેસના સંદર્ભમાં 17 એપ્રિલ પહેલા સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ખરેખર, 2020 માં એક મહિલાની તેના પતિ દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને હવે તે મહિલા કોર્ટમાં જીવતી હાજર થઈ છે. મલ્લિગે નામની મહિલાના પતિ સુરેશ હત્યાના આરોપમાં લગભગ દોઢ વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. આ કેસ 38 વર્ષના સુરેશની ધરપકડ અને જેલ સાથે સંબંધિત છે, જેમણે ડિસેમ્બર 2020 માં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની મલ્લિગે કોડાગુ જિલ્લાના કુશલનગરમાંથી ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ, પોલીસને બેટ્ટાદરપુરા (પેરિયાપટના તાલુકો) ખાતે એક મહિલાનું હાડપિંજર મળી આવ્યુ હતુ અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ હાડપિંજર મલ્લિગેનું હતું અને સુરેશે તેની હત્યા કરી છે. આ પછી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

Advertisement

આ મામલો કેવી રીતે બહાર આવ્યો ?

આ ઘટનાના 5 વર્ષ પછી, 1 એપ્રિલ 2025 ના રોજ, મલ્લિગેને સુરેશના એક મિત્રએ મદિકેરીમાં બીજા એક વ્યક્તિ સાથે જોઈ હતી. સુરેશના વકીલ પાંડુ પૂજારીએ જણાવ્યું હતું કે 1 એપ્રિલના રોજ, મલ્લિગે મદિકેરીની એક હોટલમાં એક વ્યક્તિ સાથે રાત્રિભોજન કરતી જોવા મળી હતી. તેને સુરેશના મિત્રએ જોઈ હતી, જે ચાર્જશીટમાં સાક્ષી પણ છે. તેને મદિકેરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં 'આગોતરી અરજી' દાખલ કરવામાં આવ્યા. તેમણે કહ્યું, 'કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને કોર્ટે પોલીસને આદેશ આપ્યો કે તે મલ્લિગેને તાત્કાલિક રજૂ કરે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન, તેણીએ કબૂલ્યું કે તેણી ભાગી ગઈ હતી અને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. તેણીએ કહ્યું કે, સુરેશ સાથે શું થયું તેના વિશે તેણીને કઈ ખબર નથી. તે મદિકેરીથી માત્ર 25-30 કિલોમીટર દૂર શેટ્ટીહલ્લી નામના ગામમાં રહેતી હતી, પરંતુ પોલીસે તેને શોધવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને એક નિર્દોષ વ્યક્તિને જેલ હવાલે કરી દીધો.

Advertisement

આ પણ વાંચો :  PM Modi Sri Lanka Visit: PM મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે...સંરક્ષણ અને ઉર્જા સહિતના કરારો પર થશે ચર્ચા

પોલીસની બેદરકારીને કારણે નિર્દોષ પતિને જેલ

પત્રકારો સાથે વાત કરતા, સુરેશના વકીલ પાંડુ પૂજારીએ જણાવ્યું હતું કે, "કુશલનગરના એક ગામના રહેવાસી સુરેશે 2020 માં કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. લગભગ તે જ સમયે, બેટ્ટાદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક હાડપિંજર મળી આવ્યું હતું. એક વર્ષ પછી, બેટ્ટાદરપુરા પોલીસે સુરેશની ધરપકડ કરી અને આરોપ લગાવ્યો કે તેણે ગેરકાયદેસર સંબંધને કારણે તેની પત્નીની હત્યા કરી હતી. તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો." પોલીસે આ મામલે મલ્લિગેની માતાના લોહીના નમૂના સાથે હાડપિંજર DNA પરીક્ષણ માટે મોકલ્યું હતું. તેમણે કહ્યું, 'DNA રિપોર્ટ આવે તે પહેલાં જ પોલીસે કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. જોકે તેને પાછળથી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ આખરે બહાર આવેલા DNA પરીક્ષણ રિપોર્ટમાં વિસંગતતાઓ જોવા મળી હતી.'

પોલીસે તેમની તપાસનો બચાવ કર્યો

જ્યારે DNA ઉપલબ્ધ ન હોવાનો હવાલો આપીને ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી, ત્યારે કોર્ટે તેને સ્વીકારી ન હતી અને માલ્લિગેની માતા અને ગ્રામજનો સહિત સાક્ષીઓની તપાસ કરવાનું કહ્યું હતું. વકીલે કહ્યું, 'દરેક વ્યક્તિએ કોર્ટ સમક્ષ આ નિવેદન આપ્યું હતું કે તે જીવિત છે અને કોઈની સાથે ભાગી ગઈ છે.' કોર્ટે કુશલનગર અને બેટ્ટાદ્રપુરા પોલીસને ચાર્જશીટમાં રહેલી ખામીઓ વિશે પૂછ્યું, પરંતુ તેમણે પોતાની તપાસનો બચાવ કર્યો અને કહ્યું કે હાડપિંજર મલ્લિગેનું હતું અને સુરેશે તેની હત્યા કરી હતી.

પોલીસે કેસ બંધ કરવા કાવતરૂ ઘડ્યુ

સુરેશના વકીલે કહ્યું કે, તેઓ કોર્ટના અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે એકવાર આદેશ પસાર થઈ ગયા પછી, તેઓ તેમના ક્લાયન્ટને થયેલી તકલીફ અને પોલીસ દ્વારા તેમની સામે ખોટો કેસ નોંધવા બદલ હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરશે. તેમણે કહ્યું, 'હું મારા ક્લાયન્ટ માટે ન્યાય અને વળતર માંગીશ.' સુરેશ એસટી સમુદાયનો છે અને ગરીબ વ્યક્તિ છે, તેથી અમે માનવ અધિકાર આયોગ અને એસટી આયોગનો પણ સંપર્ક કરીશું. આ ઉપરાંત, તેમણે કહ્યું કે જે હાડપિંજર મળી આવ્યુ છે તેની પણ તપાસ થવી જોઈએ અને શું પોલીસે સુરેશને આરોપી બનાવીને બંને કેસ બંધ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો : તમિલનાડુમાં BJPના સ્ટાર નેતા Annamalai પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી

Tags :
Advertisement

.

×