પતિ બહાર રહેતો હતો અને મહિલા 3 વખત પ્રેગનેન્ટ થઇ, સમગ્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો
લખનઉ : ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરણિત મહિલા પોતાના પ્રેમી થકી ગર્ભવતી થઇ હતી. તેના પતિને માહિતી પણ મળી નહોતી. પતિની ગેરહાજરીમાં જ્યારે મહિલા ફરીથી 7 માસની ગર્ભવતી થઇ તો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. ભનક લાગતાની સાથે જ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી. ત્યાર બાદ મહિલાએ પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો : Bhavnagar : અનોખી લગ્ન કંકોત્રી! ‘બટેંગે તો કટેંગે’ નું સૂત્ર, સાથે જ આપ્યો આ ખાસ સંદેશ
યુપીનો વિચિત્ર કિસ્સો આવ્યો પ્રકાશમાં
ઉત્તર પ્રદેશના મહારાજગંજથી વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરણિત મહિલા પ્રેમીના બાળકોનીમાતા બની. મહિલાના પતિને આ અંગે કોઇ માહિતી પણ નહોતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પતિની ગેરહાજરીમાં મહિલા ત્રીજી વાર પ્રેગનેંટ થઇ ગઇ હતી. ત્યાર બાદ બે બાળકોની માતા મહિલા 7 મહિના પ્રેગનેન્ટ હતી અને પતિને છોડીને પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો : ભારત સાથે સંબંધો વણસ્યા બાદ Canada નાં હાલ બેહાલ! દેવાના ડુંગર હેઠળ દબાયા નાગરિકો!
પોતાના પ્રેમી સાથે મંદિરે લગ્ન કરવા પહોંચી
મળતી માહિતી અનુસાર આ મામલો પનિયરા વિસ્તારના એક ગામનો છે. પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરવા જ્યારે મહિલા પહોંચી તો ત્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. મહિલાના લગ્ન પહેલા જ એક ગામના યુવાન સાથે થયા હતા. બંન્ને વચ્ચે સામાન્ય જીવન ચાલી રહ્યું હતું. જો કે મહિલા અન્ય એક યુવકના સંપર્કમાં આવી. ત્યાર બાદ બંન્ને વારંવાર મળવા લાગ્યા. આ પ્રકારે આ મહિલા પ્રેમી થકી બે બાળકોની માતા બની. જો કે તેના પતિને તે અંગે કોઇ જ માહિતી નહોતી. પતિની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને મહિલા પ્રેમી સાથે મજા કરતી રહી.
આ પણ વાંચો : Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા
પતિની ગેરહાજરીમાં મહિલા પ્રેગનેન્ટ થઇ
જો કે હાલમાં જ મહિલા પોતાના પતિની ગેરહાજરીમાં ફરીથી પ્રેગનેંટ થઇ ગઇ. તે સાત મહિનાની ગર્ભવતી થઇ. ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. મહિલાના પતિને જ્યારે તે અંગે માહિતી મળી તો તે આશ્ચર્યચક્ત થઇ ગયો. ત્યાર બાદ પતિ પોતાની પત્નીને આ મામલે પુછ્યું તો મહિલાએ સમગ્ર બાબતનો સ્વિકાર કર્યો. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી ગિન્નાયેલા પતિએ મહિલાને ઘરેથી કાઢી મુકી હતી. ત્યાર બાદ મહિલા પાસે કોઇ વિકલ્પ નહોતો. તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા. મહિલાનો પ્રેમી પહેલા લગ્નનો ઇન્કાર કરતો રહ્યો. જો કે સમાજના ડરથી આખરે તે લગ્ન માટે તૈયાર થઇ ગયો. ત્યાર બાદ બંન્નેના લગ્ન કરાવી દેવાયા. લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી.
આ પણ વાંચો : Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ