PSI નો પતિ પોતાની જ ભાભી સાથે અંગત પળો માણતો હતો અને અચાનક...
લખનઉ: એક મહિલા સબ ઈન્સ્પેક્ટરે તેના ઈન્સ્પેક્ટર પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરે આક્ષેપ કર્યો કે, પતિના તેની ભાભી સાથે અનૈતિક સંબંધો હતા. જ્યારે પોતે બંનેને અનૈતિક સ્થિતિમાં જોયા ત્યારે તેણે ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે મહિલા સબ ઈન્સ્પેક્ટરે ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : Gujarat: એકલા દીવ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ સમાચાર વાંચી લો નહીં તો...
મહિલા PSI ના પૂર્વ પતિનું મોત નિપજ્યું હતું
ઘટના અંગે મળતી માહિતી અનુસાર લખનઉ મહાનગરમાં મહિલા સબ ઈન્સ્પેક્ટરના પહેલા પતિનું મૃત્યુ થયું હતું. તેમને આગળના લગ્નમાંથી એક પુત્ર પણ છે. ત્રણ વર્ષ અગાઉ મહિલા ડેપ્યુટીએ લખનઉ મેટ્રોમાં પોસ્ટેડ એક ઇન્સ્પેક્ટર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા તેના પુત્ર, પતિ અને સાળા સાથે રહેવા લાગી હતી.
આ પણ વાંચો : Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે
PSI નો પતિ પણ પોલીસ ઇન્સપેક્ટર છે
પીડિતાનો આરોપ છે કે, લગ્નના થોડા જ દિવસોમાં તેના પતિનું વર્તન અચાનક બદલાઇ ગયું હતું. ઘટનાના દિવસે એટલે કે 21મી સપ્ટેમ્બરે રાત્રે લગભગ 11:45 કલાકે ઈન્સ્પેક્ટરે પતિને તેની ભાભી સાથે રૂમમાં વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. જ્યારે તેણે વિરોધ કર્યો તો ભાભી અને તેના પતિએ તેનું ગળું દબાવી હત્યાનું ષડયંત્ર પણ રચ્યું હતું.
આ પણ વાંચો : Gujarat માં પડશે બરફવર્ષા જેવી ઠંડી! બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે સર્જાશે મોટી ખાનાખરાબી
મહિલાને વાળેથી ઢસડીને બહાર લઇ જવાઇ
દાવો છે કે, ભાભીના પતિ અને સાળા તેને વાળથી રૂમમાં ખેંચી ગયા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે મોઢું ન ખોલવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ મહિલાનો પીછો કરીને ઘરથી દૂર લઈ ગયો હતો. આ પછી પીડિતા આ મામલાને લઈને મહાનગર પોલીસ સ્ટેશન પહોંચી અને ઈન્સ્પેક્ટર, પતિ, ભાભી અને સાળા વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચો : દરિયામાં ડૂબી રહ્યો છે પ્રકૃતિના ખોળે આવેલો આ દેશ, જાણો તેનું નામ
પોલીસે જણાવ્યું સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
ડીસીપી નોર્થ ઝોન આરએન સિંહના જણાવ્યા અનુસાર, મહિલા સબ ઈન્સ્પેક્ટરે તેના પતિ અને સાળા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે તમામના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના આક્ષેપ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ