Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય, લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય; જાણો કહાની ઇમરજન્સીની

આજના દિવસે 1977માં કટોકટીનો અંત આવ્યો હતો, પરંતુ તેના પડઘા આજ સુધી સંભળાય છે. બિન-કોંગ્રેસી પક્ષો ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર વારંવાર નિશાન સાધે છે.
આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય  લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય  જાણો કહાની ઇમરજન્સીની
Advertisement
  • 21 માર્ચ 1977ના રોજ કટોકટીનો અંત આવ્યો, લોકશાહી પુનઃસ્થાપિત થઈ
  • ઈન્દિરા ગાંધીએ 1975માં ઈમરજન્સી લાદી હતી, જે 21 મહિના ચાલી હતી
  • 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીએ કોંગ્રેસને હરાવી, મોરારજી દેસાઈ પીએમ બન્યા

The dark chapter of the Emergency ended today : આજનો દિવસ, 21 માર્ચ, ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે કારણ કે આજના દિવસે 1977માં કટોકટીનો અંત આવ્યો હતો. આ જાહેરાત તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. 1975માં 21 મહિના લાંબી કટોકટી દરમિયાન, લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા, 26 જૂન 1975ના રોજ પોલીસે દેશના તમામ મોટા વિપક્ષી નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને બળજબરીથી નસબંધી ઝુંબેશ ચલાવવામાં આવી. મીડિયા ઓફિસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેન્સર વિના કોઈ સમાચાર પ્રસિદ્ધ થઈ શકતા ન હતા. સમાચાર કચેરીઓની વીજળી પણ કાપી નાખવામાં આવી હતી. 

Advertisement

ઈમરજન્સી 21 મહિના લાંબી ચાલી

આજનો દિવસ એક મોટી ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. 21 માર્ચ 1977 ના રોજ ભારત કટોકટીમાંથી મુક્ત થયું હતુ. આ દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી ખતમ કરવાની જાહેરાત કરી હતી. 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાદવામાં આવી હતી અને તે 21 મહિના લાંબી ચાલી હતી. ઈન્દિરા ગાંધીએ કલમ 352 હેઠળ ઈમરજન્સી લાદી હતી. ઈમરજન્સી દરમિયાન લોકોના અધિકારો છીનવાઈ ગયા, ઘણા નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા અને બળજબરીથી નસબંધી કરાવવામાં આવી. 1977માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની હાર થઈ હતી અને જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી. આ પછી ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી.

Advertisement

ઈમરજન્સી કેમ અને ક્યારે લાગી?

આજથી 50 વર્ષ પહેલા 25 જૂન 1975ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તે સમયે અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને ગેરકાયદેસર જાહેર કરી હતી. જેના કારણે તેમની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ હતી. આ પછી, દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા. આ પ્રદર્શનોને રોકવા માટે સરકારે ઈમરજન્સી લાદી હતી.

Advertisement

આ પણ વાંચો : Bihar : રાષ્ટ્રગીત દરમિયાન CM નીતિશ કુમાર વાત કરતાં જોવા મળ્યા, વિપક્ષના આકાર પ્રહાર

ઈમરજન્સી વખતે શું થયું?

ઈમરજન્સી દરમિયાન લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા.

  • મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન: પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ઘણા અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી હતી.
  • વિપક્ષી નેતાઓની ધરપકડ: જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી સહિત ઘણા વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
  • બળજબરીથી નસબંધી અભિયાન: સંજય ગાંધીના નેતૃત્વમાં બળજબરીથી કુટુંબ નિયોજન અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
  • બંધારણમાં સુધારો: 42મા બંધારણીય સુધારા હેઠળ સરકારને વધુ પડતી સત્તાઓ આપવામાં આવી હતી.

1977 સામાન્ય ચૂંટણીઓ અને કટોકટીનો અંત

ઈમરજન્સી સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો હતો. આ પછી 18 જાન્યુઆરી, 1977ના રોજ ઈન્દિરા ગાંધીએ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી. માર્ચ 1977માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જનતા પાર્ટીને સૌથી વધુ મત મળ્યા અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. 21 માર્ચ 1977ના રોજ કટોકટી સત્તાવાર રીતે હટાવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો : Toll Plaza Scam: ટોલ બૂથનું નિરીક્ષણ કરવાની યોજના અંગે સરકારે શું કહ્યું?

લોકશાહી ફરી પુનઃસ્થાપિત થઈ

ઈમરજન્સીના અંત પછી દેશમાં ફરીથી લોકશાહીની પુનઃસ્થાપના થઈ. મીડિયા પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા. રાજકારણીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. નવી સરકારે બંધારણમાં 44મો સુધારો કર્યો. આ કારણે ઈમરજન્સી લાદવાના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં કોઈ સરકાર સરળતાથી ઈમરજન્સી લાદી શકે નહીં. ઈમરજન્સીના કારણે કોંગ્રેસ પાર્ટીની લોકપ્રિયતા ઘણી ઓછી થઈ ગઈ. તે સમયે કોંગ્રેસ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ઈમરજન્સીએ શું શીખવ્યું?

આજે 21 માર્ચ 1977ના રોજ કટોકટીનો અંત આવ્યો હતો. આનાથી ભારતીય લોકશાહીને નવી દિશા મળી. આ ઘટનાએ સાબિત કર્યું કે ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોને ખતમ કરવું સરળ નથી. જનતાની શક્તિ હંમેશા સર્વોચ્ચ હોય છે. કટોકટી દરમિયાન જે કંઈ બન્યું તે ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છે. પરંતુ, તેણે આપણને એ પણ શીખવ્યું કે આપણે આપણા અધિકારોનું રક્ષણ કરવું જોઈએ અને લોકશાહીને મજબૂત રાખવી જોઈએ.

આ પણ વાંચો : Kisan Andolan: કિસાન આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર માત્ર 1 કલાકમાં નિર્ણય લઈ શકે છેઃ આપ નેતા સંજય સિંઘ

Tags :
Advertisement

Trending News

.

×