પૂંચ-જમ્મુ હાઇવે પર સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ
પૂંચ-જમ્મુ હાઈવે પર ગુરુવારે સેનાના એક વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંચ જિલ્લામાં આર્મી ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનો શહીદ થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર...
09:06 PM Apr 20, 2023 IST
|
Vipul Pandya
પૂંચ-જમ્મુ હાઈવે પર ગુરુવારે સેનાના એક વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંચ જિલ્લામાં આર્મી ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનો શહીદ થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. આ સાથે જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને આ ઘટના અંગે જાણકારી આપી છે. આતંકવાદી સંગઠન જૈશ સમર્થિત PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. એડીજીપી જમ્મુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પૂંચ પહોંચી ગયા છે.
ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ
સેનાએ કહ્યું, “અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંછની વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ દ્વારા સંભવિત ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ લાગી હતી.
સર્ચ ઓપરેશન ચાલુ છે
સેનાએ કહ્યું, "આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનો આ ઘટનામાં શહીદ થયા છે." અન્ય ગંભીર રીતે ઘાયલ સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે." સેનાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે સ્થળ પર છે. જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
રક્ષા મંત્રીએ ટ્વિટ કર્યું
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂંચ જિલ્લામાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તે આ દુર્ઘટનાથી દુખી છે. જ્યાં ટ્રકમાં આગ લાગવાથી ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
આ પણ વાંચો---વિશ્વનું સૌથી મોટું રોકેટ SPACEX સ્ટારશિપ ટેસ્ટમાં જ ફાટી ગયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ