બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવ વધી મુશ્કેલી,અમદાવાદ કોર્ટે પાઠવ્યું સમન્સ
અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે.તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે.
થોડાં સમય પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કહીને અપમાનિત કર્યા હતા. 22 માર્ચ 2023ના દિવસે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નિવેદન કર્યુ હતુ.અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.
શું છે સમગ્ર કેસ ?
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાની બહાર નિવેદન આપ્યુ હતુ કે દેશમાં હાલની પરિસ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ ગુંડા બની શકે છે. તેજસ્વીએ કહ્યુ કે આ ગુંડાઓને પણ માફ કરવામાં આવે છે. તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા બહાર આ નિવેદન આપ્યુ હતુ. તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા હિરા કારોબારી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યુ હતુ.
#WATCH | Ahmedabad, Gujarat: "On defamation case against Tejashwi Yadav, for using 'thugs' word for Gujaratis, the Court has issued summons to him and has asked him to be present in court on 22nd September...", says Advocate Praful R Patel, Complainant's lawyer pic.twitter.com/wIAgQXus1o
— ANI (@ANI) August 28, 2023
તેજસ્વીએ નિવેદન પર આપી હતી આ સ્પષ્ટતા
તેજસ્વી યાદવના નિવેદનથી વિવાદ થતા તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે તેમણે આ વાત માત્ર ગુજરાતીઓ માટે નથી કહી પરંતુ કેટલાક લોકો માટે ઠગ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સૌપ્રથમ તો કોર્ટ આ કેસમાં બદનક્ષીની ફરિયાદ અંગે તપાસ કરશએ ત્યારબાદ ફરિયાદીના પક્ષે અને સાક્ષીઓના પક્ષે પુરાવાઓને ધ્યાનમાં લઈને પ્રાથમિક કેસ બને છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે ફરિયાદી હરેશ મહેતાએ ખાનગી ન્યૂઝ ચેનલમાં તેજસ્વી યાદવને ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આપતા સાંભળ્યા હતા અને ત્યારબાદ તેમણે એક ગુજરાતી તરીકે તેમની લાગણી ઘવાતા બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.
અહેવાલ -કલ્પીન ત્રિવેદી,અમદાવાદ
આ પણ વાંચો-મમતા બેનર્જીએ કહ્યું ભાજપ ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવી દે તો આશ્ચર્ય નહીં