Tamilnadu Doctors: 14 વર્ષની છોકરીનો 3 મિનિટમાં ઓપરેશન કરી આબાદ બચાવ કરાયો
Tamilnadu Doctors: તમિલનાડુ (Tamilnadu) માં તંજાપુરમાં એક ખાનગી હોસ્પિટલ (Hospital) માં તબીબોએ (Doctors) અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ હોસ્પિટલ (Hospital) ની અંદર 14 વર્ષની છોકરી સોય ગળી ગઈ હતી. જોકે તબીબો (Doctors) ઓ આ મામલાની ગંભીરતા સમજિને તાત્કાલિક સંજોગોમાં ઓપરેશન કરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારે માત્ર 3 મિનિટ અંદર ખાનગી હોસ્પિટલ (Hospital) ના તબીબો (Doctors) એ છોકરીના ફેફસામાંથી આ સોય નીકાળી હતી. આ સોયની લંબાઈ આશરે 1.5 ઈંચ હતી.
તબીબોએ મેળવી અનોખી સિદ્ધિ
માત્ર 3 મીનિટમાં ફેફસામાંથી નીકાળી સોય
14 વર્ષની છોકરીના જીવનો કર્યો આબાદ બચાવ
ત્યારે તમિલનાડુ (Tamilnadu) માં આવેલામાં શ્રીકામચી મેડિકલ સેન્ટરના તબીબોએ બ્રોંકોસ્કોપી (Bronchoscopy) નામની આધુનિક તકનીક દ્વારા આ સોય છોકરીના ફેફસામાંથી નીકાળી હતી. તે ઉપરાંત આ ઓપરેશનનો એક વીડિયો પર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, હોસ્પિટલના તબીબો ફેફસામાં રહેલી સોયને Innovative Medical Technology નો ઉપયોગ કરીને કેવી રીતે નિકાળે છે.
VIDEO | Doctors of a private hospital in Tamil Nadu's Thanjavur have set a record by removing a four-cm-long needle from a 14-year-old girl's lung without using a knife in three and a half minutes. The girl had swallowed the needle while dressing.
Doctors of the hospital used a… pic.twitter.com/dvSvQz2hJ7
— Press Trust of India (@PTI_News) May 28, 2024
આ પણ વાંચો: વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત
લાઇટ અને કેમેરાવાળી પાતળી ટ્યુબ
જોકે આમાં સૌથી અનોખી વાત એ હતી કે, ખાનગી હોસ્પિટલ (Hospital) ના તબીબો (Doctors) એ 14 વર્ષની છોકરીમાંથી કોઈ પણ અંગ પર ચાકુ ફેરવ્યાં વગર માત્ર આધુનિક ટેક્નિકની મદદથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રોંકોસ્કોપી (Bronchoscopy) એક મેડિકલ પ્રક્રિયા છે. જે ડોકટરો (Doctors) ને ફેફસાની કોઈપણ સ્થિતિની સારવાર કરવા સક્ષમ બનાવે છે. જે ફેફસાંને અંદરથી જોવા માટે લાઇટ અને કેમેરાવાળી પાતળી ટ્યુબ છે.
આ પણ વાંચો: Loudspeakers-ઈન્દોરમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવાયાં