Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'તે ખૂબ જ મૂર્ખ છોકરો છે...' અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા

Swami Rambhadracharya: અભિનવ અરોરા અત્યારે બાળ સંત તરીકે ખુબ જ ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઈ રહ્યાં છે.
 તે ખૂબ જ મૂર્ખ છોકરો છે     અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા
Advertisement
  1. સ્વામી પાસે જઈને અભિનવે જય જયકારના નારા લાગવ્યા હતાં
  2. સ્વામીએ અભિનવ અરોરાને સ્ટેજ પરથી ઉતરવાનું કહ્યું હતું
  3. વીડિયો વાયરલ થતા સ્વામી રામભદ્રાચાર્યે પોતાની પ્રતિક્રિયા આપી

Swami Rambhadracharya: અભિનવ અરોરા અત્યારે બાળ સંત તરીકે ખુબ જ ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઈ રહ્યાં છે. હમણાં જ એક કાર્યક્રમ દરમિયાન અભિનવ અરોરા મમંચ પર તાળીઓ પાડીને રામ નામનો જય જયકાર લગાવ્યો હતો. આવું થતાની સાથે જ શ્રી રામભદ્રાચાર્યે વ્યંગ સાથે ટકોર કરી અભિનવને મંચ પરથી ઉતરી જવાનું કહ્યું હતું. ત્યા રહેલા સેવકોએ તરત જ અભિનવને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. જો કે, આ વીડિયો અત્યારે ખુબ વાયરલ થયો છે અને તે બાબતે અનેક લોકો ચર્ચા પણ કરી રહ્યાં છે.

Advertisement

Advertisement

વાયરલ વીડિયો મામલે સ્વામી રામભદ્રાચાર્યે આપી પ્રતિક્રિયા

આ વીડિયો વાયરલ થતાની સાથે સ્વામી રામભદ્રાચાર્યે પોતાની પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયો મામલે સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, “તે ખૂબ જ મૂર્ખ છોકરો છે, તે કહે છે કે ભગવાન કૃષ્ણ તેની સાથે ભણે છે. ભગવાન કૃષ્ણ તેની સાથે ભણશે. મેં તેને વૃંદાવનમાં પણ ખૂબ ઠપકો આપ્યો હતો.”

Advertisement

આ પણ વાંચો: Mann Ki Baat ના 115માં એપિસોડમાં PM Modi એ છોટા ભીમ, મોટુ-પટલુ અને હનુમાનનો ઉલ્લેખ કર્યો

સ્વામીએ કહ્યું હતું કે, ‘નીચે ઉતારો આને...’

વાસ્તવામાં વાત એવી છે કે, એક ધાર્મિક કાર્યક્રમ થાય છે જેમાં જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય અને અમિભન અરોડા પણ હાજર હતાં. આ દરમિયાન સ્વામી સાથે કોઈ વ્યક્તિ વાત કરી રહ્યાં હોય છે ત્યારે અભિનવ મંચ પર આવી, સ્વામી પાસે જઈને રામ નામનો જય જયકાર લાગવવા લાગે છે. જો કે, સ્વામી રામભદ્રાચાર્યને અભિનવનું આ વર્તન પસંદ ના આવ્યું અને મંચ પરથી ઉતરી જવાનું કહી દીધું. સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, ‘નીચે ઉતારો આને મારી પણ મર્યાદાઓ છે’. જો કે, આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: LAC પર સમજૂતી પર વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘સમજૂતી થઈ એનો અર્થ એ નથી કે ભારત અને ચીન વચ્ચે...’

શું વાસ્તવમાં ખરેખર અભિનવ બાળ સંત છે?

નોંધનીય છે કે, 10 વર્ષના અભિનવ અરોરાના ઘણા વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થતા રહે છે. જો કે, કેટલાક તેને છેતરપિંડી કહે છે તો કેટલાક કહે છે કે માતા-પિતાએ નકલી બાબા બનાવ્યા છે.જો કે, અનેક લોકો તો વાસ્તવામાં ખરેખર આ બાળકને સંત માને છે. અલગ-અલગ લોકો પોતાના મનમાં અલગ-અલગ પ્રકારની ધારણા ધરાવે છે. પરંતુ અત્યારે વીડિયો વાયરલ થયો તેને લઈને અત્યારે જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્યે પોતાનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: 12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા, જુઓ Video

Tags :
Advertisement

Trending News

.

×