Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીના ઘરની ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડ્યું, હાઈ એલર્ટ પર ફોર્સ, તપાસ ચાલુ

સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે, એસપીજીએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને...
pm મોદીના ઘરની ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડ્યું  હાઈ એલર્ટ પર ફોર્સ  તપાસ ચાલુ

સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે, એસપીજીએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને સુરક્ષા દળોએ ડ્રોનની શોધ શરૂ કરી. હજુ સુધી એકપણ ડ્રોન મળ્યું નથી. આ ડ્રોન કોનું છે અને PM આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે PMનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.

Advertisement

સુરક્ષામાં વધારો કરાયો

Advertisement

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે PM મોદીના નિવાસસ્થાનની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે. અહીં ડ્રોન ઉડાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. SPGએ સવારે 5:30 વાગ્યે પોલીસને જાણ કરી હતી. આ અંગે તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, SPG સિવાય કેન્દ્રીય સુરક્ષા દળોના ડઝનબંધ જવાનો વડાપ્રધાનના નિવાસની સુરક્ષામાં દિવસ-રાત તૈનાત છે. આ સિવાય દિલ્હી પોલીસના જવાનો પણ આસપાસના રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર હાજર કરી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાનનું ઘર ક્યાં છે?

Advertisement

ભારતના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર છે. લ્યુટિયન ઝોનમાં આવેલા આ રોડનું નામ પહેલા રેસકોર્સ રોડ હતું. PM મોદી વડાપ્રધાન બન્યા બાદ તેનું નામ બદલવામાં આવ્યું હતું. બંગલો નંબર સાત PMનું સત્તાવાર નિવાસસ્થાન છે. આ નિવાસસ્થાનનું નામ પંચવટી છે કારણ કે તે પાંચ બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘શ્રાવણ’માં ટ્રેનોમાં ‘નોન વેજ’ નહીં મળે? IRCTC એ ટ્વિટ કરીને આપ્યો જવાબ

Tags :
Advertisement

.