મહિલા સુરક્ષાને લઈને Supreme Court માં અરજી, કેન્દ્ર સરકારને નોટિસ પાઠવાઈ!
- મહિલા સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય
- કેન્દ્ર સરકારને નોટિસ પાઠવાઈ
- નવી ગાઈડલાઈન્સ પર વિચારણા
બાળકો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સને સમાજમાં સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે નિર્દેશ આપવા માટે સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં એક અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે અરજી પર વિચાર કરવા સંમતિ આપી છે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ કેસની સુનાવણી કરતા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોને નોટિસ પાઠવી છે. વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પવાણીએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના મહિલા વકીલ મંડળ વતી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અપીલ કરી છે. જેના પર આગામી સુનાવણી જાન્યુઆરી 2025 માં થશે. અરજીમાં મહિલા વકીલે કહ્યું કે, આજે નિર્ભયા કેસની 12 મી વર્ષગાંઠ છે. મહિલા વકીલે કોલકાતાની એક હોસ્પિટલમાં ડોક્ટર સામેની નિર્દયતાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટને જણાવ્યું કે, કેવી રીતે મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી. પવાણીના કહેવા પ્રમાણે, આ હૃદયદ્રાવક ઘટના પછી પણ આવા 95 કેસ પ્રકાશમાં આવ્યા છે. જે ઓછા પ્રખ્યાત થયા. તેથી આવા કેસમાં કડક સજા થવી જોઈએ, તો જ આ ઘટનાઓ અટકશે. આ અરજીમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, બળાત્કારના કેસમાં દોષિત લોકોની રાસાયણિક નસબંધી અને પોર્નોગ્રાફી પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) દોષિતોને જામીન ન આપવાની માંગ પર નોટિસ જારી કરીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
Supreme Court hears a PIL seeking to issue guidelines about social behavior in public transport and also using chemical castration as a means of punishment for rape pic.twitter.com/9CYkpxazfa
— Bar & Bench - Live Threads (@lawbarandbench) December 16, 2024
આ પણ વાંચો : 46 વર્ષ પછી ખુલ્યું Sambhal નું મંદિર, કૂવામાંથી મળી દેવતાઓની મૂર્તિઓ
જાહેર વર્તણૂક સંબંધિત આ ટિપ્પણી...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે એટર્ની જનરલ પાસેથી પણ મદદ માંગી છે જે આ સૂચનાઓ પર કામ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે, આ અરજીમાં માગવામાં આવેલા નિર્દેશો થોડા મુશ્કેલ છે. પરંતુ પિટિશનના આધારે બસ, ટ્રેન, ફ્લાઈટ અને એરપોર્ટ પર સામાજિક વ્યવહારને લગતો કોડ ચોક્કસપણે જારી કરી શકાય છે. આ મામલે ચર્ચા થઈ શકે છે. સાર્વજનિક વાહનવ્યવહારમાં યોગ્ય સામાજિક વર્તણૂકનું પાલન થાય તેની ખાતરી કરવા પગલાં લઈ શકાય. સારું સામાજિક વર્તન માત્ર શીખવવું જ મહત્ત્વનું નથી, પરંતુ તેનું ચુસ્તપણે પાલન કરવું પણ જરૂરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડમાં પણ ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો : Bihar સરકારે ઉઠાવ્યું મોટું પગલું, બાપુ સેન્ટર પર ફરીથી લેવાશે BPSC પરીક્ષા...