Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માર્કેટમાં આવી ફરી Suicide Game? ટાસ્ક પૂર્ણ કરવા 14માં માળેથી કૂદી બાળકે કર્યો આપઘાત

Suicide Game: બાળકોમાં અત્યારે ઓનલાઈન ગેમ રમવાનું દુષણ ખુબ જ વધી રહ્યું છે. આ સાથે હવે એટલી બધી ઘાતકો ગેમ્સ (Suicide Game) પણ આવી રહીં છે કે, જેમાં બાળક પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ પહેલા...
માર્કેટમાં આવી ફરી suicide game  ટાસ્ક પૂર્ણ કરવા 14માં માળેથી કૂદી બાળકે કર્યો આપઘાત
Advertisement

Suicide Game: બાળકોમાં અત્યારે ઓનલાઈન ગેમ રમવાનું દુષણ ખુબ જ વધી રહ્યું છે. આ સાથે હવે એટલી બધી ઘાતકો ગેમ્સ (Suicide Game) પણ આવી રહીં છે કે, જેમાં બાળક પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ પહેલા ઘણી એવી ઘટનાઓ સામે આવી હતી. જેમાં ગેમના ટાસ્ક પુરા કરવા માટે આપઘાત કરવા માટે કરી લેતા હોય છે. અત્યારે પણ એક એવી ઘટના સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ઓનલાઈન ગેમ રમતા બાળકોના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

બાળકના રૂમમાંથી મળી આવ્યો સ્કેચ દોરેલો કાગળ - 1

Advertisement

ગેમના ટાસ્ક માટે 14મા માળેથી કૂદી કર્યો આપઘાત

વિગતે વાત કરવામાં આવે તો, પૂણેમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગેમના ટાસ્ક માટે કરી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક કોઈ અજાણી વિચિત્ર ગેમના ટાસ્ક માટે 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની તપાસ કરતા પોલીસને બાળકના રૂમમાંથી સ્કેચ દોરેલો કાગળ મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ પ્રકારના સ્કેચ દોરેલા હતા. આ સ્કેચમાં ગેલેરીમાંથી કૂદવાના ટાસ્કની સાથે 'લોગ ઓફ' લખ્યું છે. પરંતુ આ ગેમ કઈ હતી? તેનું નામ શું છે? તે અંગે અત્યારે તપાસ ચાલી રહીં છે. કારણ કે, પોલીસને કઈ ગેમ હતી તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

Advertisement

બાળકના રૂમમાંથી મળી આવ્યો સ્કેચ દોરેલો કાગળ - 2

તે લેપટોપમાં કોઈ રહસ્યમય ગેમ રમતો હતોઃ માતા

ઘટનાની વધારે તપાસ કરવામાં આવતા માતાએ કબૂલ્યું છે કે, છોકરો લેપટોપમાં કોઈ રહસ્યમય ગેમ રમતો હતો. માત્ર 10મું ભણતો વિદ્યાર્થી સતત ઓનલાઈન ગેમ રમતો હતો. આ ઘટના પરથી મોબાઈલ, ટેબ, લેપટોપમાં ગેમ રમતા બાળકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. મહત્વની વાત તો એ છે કે, અગાઉ ‘બ્લૂ વ્હેલ’ ગેમને તો ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ ‘બ્લૂ વ્હેલ’ ગેમમાં પણ આત્મહત્યા જેવા ટાસ્ક આવતા હતા. પરંતુ અત્યારે જે બાળકે આત્મહત્યા કરી છે. તે કઈ ગેમ રમતા કરી છે? તે અંગે કોઈ વિગતો સામે આવી નથી.

શું ફરી માર્કેટમાં આવી આપઘાત કરાવતી ગેમ?

જો આવી કોઈ ગેમ ફરી આવી છે જે બાળકોને મોતના દ્વાર સુધી લઈ જાય છે અને આત્મહત્યા કરાવે છે. તો બાળકો માટે ખરેખર ચિંતાનો વિષય છે. માતા પિતાએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, તેમનું બાળક મોબાઈટ, લેપટોપ કે કમ્પ્યુટરમાં કોઈ ગેમ રમે છે તો કઈ ગેમ રમે છે તે જાણી લેજો. જો કોઈ ચિંતાનું કારણ કે, શંકા જાય છે તે સત્વરે તેના પર ધ્યાન આપો અને જરૂર પડે તો પોલીસને જાણ કરી સાબયર ક્રાઈમનો સંપર્ક કરો. જેથી આવી કોઈ ઘટના તમારા બાળક સાથે ના બને.

આ પણ વાંચો: HDFC ના ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર! તમારી પાસે હોય તો ઝલદી...

આ પણ વાંચો: landslide : ગામડા ગાયબ..મકાનો, વાહનો તણાયા...ભારે તબાહીના દ્રષ્યો...!

આ પણ વાંચો: Paris Olympics 2024 નો આજે ચોથો દિવસ, મનુ ભાકર રચી શકે છે ઈતિહાસ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

×

Live Tv

Trending News

.

×