Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કરોડોની વસ્તી સામે 60 હજાર પોલીસ જવાન, પોલીસ દરેકને સુરક્ષા ના આપી શકે: CM Manoharlal Khattar

હરિયાણાના મેવાત-નૂંહમાં થયેલી હિંસાને લઈને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે, હિંસામાં જે કંઈ પણ નુંકસાન થયું છે તે તોફાની તત્વો પાસેથી જ વસૂલવામાં આવશે. તોફાનો કરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અમે પોર્ટલના માધ્યમથી લોકોને થયેલા નુકસાનનું આકલન કરી...
05:55 PM Aug 02, 2023 IST | Viral Joshi

હરિયાણાના મેવાત-નૂંહમાં થયેલી હિંસાને લઈને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે, હિંસામાં જે કંઈ પણ નુંકસાન થયું છે તે તોફાની તત્વો પાસેથી જ વસૂલવામાં આવશે. તોફાનો કરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અમે પોર્ટલના માધ્યમથી લોકોને થયેલા નુકસાનનું આકલન કરી રહ્યાં છીએ. અમે સ્થિતિ પર નજર રાખેલી છે. હું લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું.

મુખ્યમંત્રીનું નિવેદન

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રદેશની વસ્તી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે, એવામાં પોલીસ દરેક વ્યક્તીની સુરક્ષા કરી શકે નહી. અમે અર્ધસૈનિક દળોની 4 વધારાની કંપનીઓ માંગી છે પણ પોલીસ કે સેના કોઈ પમ સુરક્ષાની ગેરંટી લઈ શકે નહી. આપણે શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાનો છે. નૂંહમાં ગૌરક્ષાના મુદ્દા છે. આ મામલાની સુરક્ષાની જવાબદારી પોલીસ પ્રવર્તન બ્યૂરોની હશે. આ મામલે 100 જવાન તૈનાત કરવામાં આવશે. હું મુસ્લિમ યુવાનોને પ્રોત્સાહિત કરું છું કે તેઓ ગૌરક્ષા માટે આગળ આવે.

તોફાની તત્વો પાસેથી નુકસાન વસૂલાશે

તેમણે જણાવ્યું કે, આ હિંસામાં 6 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાં 2 પોલીસકર્મીઓ અને 4 નાગરિકો સામેલ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 116 ની ધરપકડ કરવામાં આવી ચુકી છે જ્યારે 190 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવી ચુક્યા છે. તોફાની તત્વોની ઓળખ કરીને તેમની પાસેથી નુકસાન વસૂલવામાં આવશે.

શું હતી ઘટના?

ઉલ્લેખનીય છે કે, નૂંહમાં હિંદૂ સંગઠનો દર વર્ષની જેમ આ વખતે પણ બૃજમંડળની યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. તંત્ર પાસેથી તેની મંજુરી લઈ લેવામાં આવી હતી. સોમવારે બૃજમંડળની યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેણે ભયાનક હિંસાનું સ્વરૂપ લઈ લીધું. અનેક કારોને આગચંપી કરવામાં આવી તો સાઈબર પોલીસ પર પણ હુમલો થયો. ફાયરિંગ થઈ અને એક મંદિરમાં સેંકડો લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા. પોલીસની દખલ બાદ આ લોકોને અહીંથી બહાર કઢાયા. પોલીસ પર પણ હુમલો થયો. નૂંહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ફાયરિંગ થઈ હતી.

શું છે સ્થિતિ?

આ બનાવની તપાસ માટે SIT ની રચના કરવામાં આવશે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર અને સંબંધિત સરકારોને તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે કે, હરિણાણાના નૂંહમાં સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર કાઢવામાં આવી રહેલી રેલી દરમિયાન દિલ્હી NCR માં કોઈ ભડકાઉ ભાષણ ના થાય અને કોઈ પણ પ્રકારની હિંસા ના થાય. જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ એસ.વી.ભટ્ટીની બેચે એ આદેશ આપ્યો કે, વધારાનું પોલીસ દળ અને અર્ધસૈનિક દળ તૈનાત કરવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારમાં CCTV કેમેરા લગાવવામાં આવે. કોર્ટે રેલી અને પ્રદર્શન પર રોક લગાવી નથી.

આ પણ વાંચો : નૂહના તોફાનની આગ ગુરુગ્રામ સુધી ફેલાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CM Manoharlal KhattarGujarati NewsHaryanaHaryana CMHaryana PoliceNoah violence
Next Article