ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SLEEPER VANDE BHARAT TRAIN : હવે સ્લીપર વંદે ભારત ટ્રેન પણ થશે લોન્ચ, આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

SLEEPER VANDE BHARAT TRAIN : વેકેશન આવતાની સાથે જ દરેક લોકો પોતાના મિત્રો કે પરિવારજનો સાથે બહાર ફરવા જતાં હોય છે. આ મુસાફરી લોકો મોટા ભાગે ટ્રેન મારફતે કરતાં હોય છે. આવા સમય દરમિયાન ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે સારા...
12:36 PM Jun 16, 2024 IST | Harsh Bhatt

SLEEPER VANDE BHARAT TRAIN : વેકેશન આવતાની સાથે જ દરેક લોકો પોતાના મિત્રો કે પરિવારજનો સાથે બહાર ફરવા જતાં હોય છે. આ મુસાફરી લોકો મોટા ભાગે ટ્રેન મારફતે કરતાં હોય છે. આવા સમય દરમિયાન ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.વંદે ભારત સ્લીપર ટ્રેન અને બુલેટ ટ્રેનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. મળતી માહિતી અનુસાર સ્લીપર કોચ વાળી વંદે ભારત ટ્રેન લોન્ચ થઈ શકે છે.રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્લીપર વંદે ભારત ટ્રેનનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર,આ ટ્રેન 100 દિવસમાં દોડાવવામાં આવી શકે છે.

ટ્રાયલ બાદ મુસાફરો SLEEPER VANDE BHARAT માં મુસાફરી કરી શકશે

 

હાલ જે મુજબ માહિતી સામે આવી રહી છે તેના અનુસાર, ઓગસ્ટમાં ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે. ટ્રાયલ બાદ મુસાફરો SLEEPER VANDE BHARAT માં મુસાફરી કરી શકશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વર્ષ 2029 સુધીમાં 300 થી વધુ વંદે ભારત સ્લીપર અને સીટીંગ ટ્રેનો ટૂંક સમયમાં દોડવા લાગશે. તે જ સમયે, સામાન્ય લોકો માટે દોડતી 400 થી વધુ અમૃત ભારત ટ્રેનો પણ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં દિલ્હી-કોલકાતા અને દિલ્હી-મુંબઈ સિવાયના કોઈપણ રેલવે પર દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાની તક છે.

નોંધનીય છે કે, આ ટ્રેનના મુદ્દે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ પણ વર્ષ 2023 માં ફોટોજ શેર કર્યા હતા.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો અને ભાડું

મળતી માહિતી અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કોચ હશે અને તેમાંથી 10 કોચ એસી-3, 4 કોચ એસી-2 અને 1 કોચ એસી-1 હશે. જ્યારે 2 કોચ એસએલઆરના હશે. આ ખાસ ટ્રેનની ગતિ વિશે પણ માહિતી સામે આવી છે જેના અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ ચરણ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા સેમી હાઈ સ્પીડને 160-220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.વંદે ભારત સ્લીપર ટ્રેનનો ચાર્જ હાલમાં નક્કી કરવામાં આવ્યો નથી. જો કે, તેની ઝડપ, સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને, ભાડું રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ કરતાં 10-15% વધુ હોવાની અપેક્ષા રાખી શકાય છે.

આ પણ વાંચો : JAMMU & KASMIR : આતંકીઓની હવે ખેર નહીં! NSA અજીત ડોભાલ, IB અને RAW ચીફ સાથે અમિત શાહની ખાસ બેઠક

Tags :
#ModernRailways#sleepervandebharat#TravelInIndiaHighSpeedTrainIndianRailwaysinfrastructureMakeinindiarailwaystransportationVandeBharatTrain
Next Article