Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lalit Jha Arrested: સંસદમાં કરાયેલા હુમલાના છઠ્ઠા આરોપીઓ કર્યુ આત્મસમર્પણ

સંસદની સુરક્ષામાં બેદરકારીના કેસમાં છઠ્ઠા આરોપી લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. પોલીસે આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  13 ડિસેમ્બરના રોજ 5 આરોપીઓ સંસદમાં આવ્યા હતા. તેમાં સાગર, મનોરંજન, નીલમ અને અમોલ શિંદે સાથે લલિત...
lalit jha arrested  સંસદમાં કરાયેલા હુમલાના છઠ્ઠા આરોપીઓ કર્યુ આત્મસમર્પણ
Advertisement

સંસદની સુરક્ષામાં બેદરકારીના કેસમાં છઠ્ઠા આરોપી લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. પોલીસે આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  13 ડિસેમ્બરના રોજ 5 આરોપીઓ સંસદમાં આવ્યા હતા. તેમાં સાગર, મનોરંજન, નીલમ અને અમોલ શિંદે સાથે લલિત ઝા પણ હતા. પરંતુ હંગામો થતાં જ લલિત સંસદથી ભાગી ગયો હતો. લલિત પાસે બાકી ચારેયના લોકોના મોબાઈલ ફોન પણ હતા.

તમને જણાવી દઈએ કે જ્યારે બે આરોપી સાગર અને મનોરંજન સંસદની કાર્યવાહી દરમિયાન સંસદમાં પ્રવેશ્યા હતા, અને બે આરોપી નીલમ અને અમોલ શિંદે સંસદની બહાર વિરોધ કરી રહ્યા હતા. ત્યારે લલિત પણ સંસદની બહાર હાજર હતા. તેણે સંસદની બહાર આરોપી નીલમ અને અમોલ દ્વારા કરેલા પ્રદર્શન અને સૂત્રોચ્ચારનો વીડિયો પણ બનાવ્યો હતો. તેની પાસે તમામ આરોપીઓના ફોન હતા. લલિતે આ વીડિયો તેના એનજીઓ પાર્ટનરને પણ વોટ્સએપ કર્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો.

Advertisement

આ પણ વાંચો: ચંદ્રમાં ભારતની રુચિનો અંત આવ્યો નથી, ISROના વડાએ તેમની આગામી યોજના જાહેર કરી

Advertisement

Advertisement

.

×