ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

આ રાજ્યમાં એક સાથે 10 લોકો HIV પોઝિટિવ થતાં ચકચાર !

કેરળમાંથી એક ચોંકાવનારા સામે આવી મલપ્પુરમ જિલ્લાના 10 લોકો થયા HIV positive પોલીસ પણ આ મામલે તપાસ શરૂ કરી Kerala: કેરળમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.મલપ્પુરમ જિલ્લાના વાલનચેરી મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 10 લોકો HIV પોઝિટિવ(10 HIV positive) હોવાની પુષ્ટિ...
07:46 PM Mar 27, 2025 IST | Hiren Dave
10 HIV positive cases

Kerala: કેરળમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.મલપ્પુરમ જિલ્લાના વાલનચેરી મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 10 લોકો HIV પોઝિટિવ(10 HIV positive) હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને એક જ સોયથી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.આ 10 વ્યક્તિઓમાંથી, ત્રણ દેશના વિવિધ રાજ્યોના રહેવાસી છે, બાકીના સાત ફક્ત કેરળના છે.આરોગ્ય વિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ તમામ દવાઓનું ઈન્જેક્શન આપતા હતા.એક જ ઈન્જેક્શન સિરીંજના કારણે દરેકને ચેપ લાગ્યો હતો. હાલ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

એક વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત હતા

આ ઘટના મલપ્પુરમ જિલ્લાના વાલનચેરી નગરપાલિકા વિસ્તારની છે. પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય વિભાગે કહ્યું કે તમામ એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓ ડ્રગ્સના બંધાણી છે. આમાંથી એક વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત હતા. તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ઈન્જેક્શન સિરીંજનો ઉપયોગ અન્ય નવ લોકો પણ નશા માટે કરતા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચેપગ્રસ્ત પૈકી ત્રણ અન્ય રાજ્યોના સ્થાનિક કામદારો છે. તમામ 10 સંક્રમિત લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -Ranya Rao: સોનાની દાણચોરીના મામલામાં હજુ જેલમાં વિતાવવા પડશે દિવસો

જાન્યુઆરીમાં નોંધાયો હતો પ્રથમ કેસ

જણાવી દઈએ કે જાન્યુઆરી 2025માં કેરળ એઈડ્સ કંટ્રોલ એસોસિએશને વાલનચેરી મ્યુનિસિપાલિટી વિસ્તારમાં એચઆઈવી દર્દીની પુષ્ટિ કરી હતી. આ પછી, જ્યારે આરોગ્ય વિભાગે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી સિરીંજનો ઉપયોગ અન્ય નવ લોકો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું હતું. તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ પણ  વાંચો -Milk Price Hike : આ રાજ્યમાં દૂધનો ભાવ આસમાને! જાણો નવો ભાવ!

ચેપગ્રસ્ત લોકોના પરિવારજનોનો પણ ટેસ્ટ કરવામાં આવશે

જિલ્લા તબીબી અધિકારી આર. રેણુકાએ ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓમાં HIV ચેપ વધવાના જોખમ અંગે ચેતવણી આપી હતી. આર. રેણુકાએ જણાવ્યું હતું કે વેલાનચેરીમાં HIV થી પીડિત 10 લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમના પરિવારોમાં ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે. આરોગ્ય વિભાગ હવે ખાસ સાવચેતી રાખી રહ્યું છે. ચેપગ્રસ્ત પરિવારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
10 HIV positive cases found in ValancheryHIV CasesHIV Cases in KeralaKerala Health DepartmentKerala Newskerala policeMalappuram NewsValanchery Municipality
Next Article