શેખ હસીનાની મુશ્કેલી વધશે, ICT માં ફરિયાદ દાખલ કરવામાં આવી
- હસીના પર નરસંહારનો આરોપ, મુશ્કેલીઓ વધી
- હસીના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ
- રાજીનામા બાદ હસીના પર સંકટ વાદળ
Case filed against Sheikh Hasina in ICT : બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર સામે ગંભીર આરોપો લાગ્યા છે. દેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા અને નરસંહારના આરોપમાં તેમના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર આ મામલો?
બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામત પ્રણાલીને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનો હિંસામાં પરિણમ્યા હતા અને આ દરમિયાન ઘણા લોકોના મૃત્યુ થયા હતા. વિદ્યાર્થી આરિફ અહેમદ સિયામના પિતાએ આ હિંસામાં તેમના પુત્રના મૃત્યુ માટે શેખ હસીના સરકારને જવાબદાર ઠેરવીને ICTમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં શું આરોપ છે?
ફરિયાદમાં શેખ હસીના અને તેમની સરકારના અન્ય વરિષ્ઠ નેતાઓ પર નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે, વિરોધ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરીને હત્યા કરી હતી.
- હસીના પર નરસંહારનો આરોપ, મુશ્કેલીઓ વધી
- હસીના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ
- રાજીનામા બાદ હસીના પર સંકટના વાદળ#SheikhHasina #Bangladesh #BangladeshViolence #ICT #InternationalCriminalCourt— Gujarat First (@GujaratFirst) August 14, 2024
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ નરસંહાર, સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી
ICT શું છે?
ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એક આંતરરાષ્ટ્રીય અદાલત છે જે ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓ જેવા કે નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધોની તપાસ અને સુનાવણી કરે છે. બાંગ્લાદેશમાં આ ટ્રિબ્યુનલ મુખ્યત્વે 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલા ગુનાઓની તપાસ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ કેસની મહત્વતા
આ કેસ બાંગ્લાદેશના રાજકારણમાં એક નવો વળાંક લઈ શકે છે. જો ICT આ ફરિયાદને સ્વીકારે છે, તો શેખ હસીના અને તેમની સરકાર પર ગંભીર આરોપોની તપાસ થશે. આનાથી બાંગ્લાદેશની રાજકીય સ્થિરતા પર પ્રશ્નાર્થ ઊભું થઈ શકે છે. વળી જો ICT આ ફરિયાદની તપાસ કરશે. જો તપાસમાં આરોપો સાબિત થાય છે, તો શેખ હસીના સામે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી