Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shashi Tharoor : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદએ કર્યો દાવો ...આ સૌથી મોટી પાર્ટી બનશે

Shashi Tharoor : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor ) સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનશે તેવી ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો કે ભાજપને પાછલી ચૂંટણી કરતા ઓછી સીટ મળશે, એટલે કે તેની...
shashi tharoor   લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદએ કર્યો દાવો    આ સૌથી મોટી પાર્ટી બનશે

Shashi Tharoor : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor ) સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનશે તેવી ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો કે ભાજપને પાછલી ચૂંટણી કરતા ઓછી સીટ મળશે, એટલે કે તેની સીટોની સંખ્યામાં ઘટાડો થશે.તેમણે કહ્યું- લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. પરંતુ તેની સીટોમાં ઉલ્લેખનીય ઘટાડો થશે. તેવામાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)દળોનો ભાજપમાં વિશ્વાસ ઓછો હશે. તે પણ બની શકે કે ભાજપના સહયોગી તેની જગ્યાએ વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરે.

Advertisement

કેરલમાં સીટોની વહેચણી મુશ્કેલ : શશિ થરૂ

મળતી માહિતી અનુસાર થરૂરે (Shashi Tharoor )કહ્યું કે જો ઈન્ડિયા ગઠબંધન રાજ્યોમાં સીટો-વહેચણીની સમજીતી સારી રીતે કરી લે તો વિપક્ષને હારથી બચાવી શકાય છે. તેમણે કહ્યું કે કેરલમાં CPI (M) અને કોંગ્રેસ માટે સીટ વહેચણીની સમજુતી પર સહમત થવું મુશ્કેલ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેરલમાં તે કલ્પના કરવી લગભગ અસંભવ છે કે ઈન્ડિયા ગઠબંધનના બે મુખ્ય વિરોધી એટલે કે CPI (એમ) અને કોંગ્રેસ ક્યારેય સીટ વહેંચણી પર સહમત થશે. પરંતુ તમિલનાડુમાં CPI , CPI (એમ), કોંગ્રેસ અને ડીએમકે બધા ગઠબંધન કરી રહ્યાં છે અને ત્યાં કોઈ ચર્ચા કે વિવાદ નથી.

Advertisement

સીટ વહેંચણી પર ચર્ચા યથાવત

2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 સીટ જીતી હતી અને આ વખતે એનડીએનું લક્ષ્ય 2024ની ચૂંટણી (Lok Sabha Elections) માં 400નો આંકડો હાસિલ કરવાનું છે. કોંગ્રેસ અને 27 અન્ય વિપક્ષી દળોએ ભાજપને પડકાર આપવા માટે ગઠબંધન બનાવ્યું છે. હાલ ઈન્ડિયા ગઠબંધનમાં રાજ્યોવાર સીટોની વહેંચણી પર વાતચીત ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં ગઠબંધનના સહયોગીઓ વચ્ચે સમજુતી મુશ્કેલ લાગી રહી છે, કારણ કે તે રાજકીય વિરોધી રહ્યાં છે.

Advertisement

આ  પણ  વાંચો - Hyderabad માં ચીની દોરી દ્વારા સૈનિકનું ગળું કપાવાથી થયું મૃત્યુ…

Tags :
Advertisement

.