Ayodhya Ram Mandir માં પણ કૌભાંડ! મંદિરમાં લાગેલા નબળા પથ્થર હટાવાશે
- નિશ્ચિત માપદંડ કરતા નબળા પથ્થર વાપરવામાં આવ્યા
- જેટલી જાડાઇ હોવી જોઇએ તેવા પથ્થર વાપરવામાં નથી આવ્યા
- મકરાણાથી નવા પથ્થર મંગાવવામાં આવ્યા હોવાનો સ્વિકાર કર્યો
Ram Mandir ayodhya : અયોધ્યામાં રામ મંદિરન નિર્માણના પ્રથમ માળના નિર્માણનું કામ પૂર્ણ થયા બાદ બીજા તબક્કાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ સમિતીની બેઠક થઇ હતી. જેમાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરમિયાન નક્કી કરવામા આવ્યું કે, સપ્ત મંદિરની વચ્ચે એક નાનકડું સરોવર પણ બનાવવામાં આવશે. આ સાથે જ પ્રથમ માળના કેટલાક પથ્થરોને પણ બદલવામાં આવશે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્કની દીકરીએ US છોડવાનો નિર્ણય કર્યો! કહી આ વાત
નૃપેન્દ્ર મિશ્રાએ પથ્થર નબળા હોવાનું સ્વિકાર્યું
રામ મંદિર નિર્માણ અંગે શ્રીરામ મંદિર નિર્માણ સમિતીના ચેરમેન નૃપેંદ્ર મિશ્રએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, નિર્માણાધીન મંદિરના પ્રથમ માળ પર કેટલાક પથ્થર બદલાશે. કેટલાક પથ્થરો નબળા પડી ગયા છે અથવા તો નિશ્ચિત માપ કરતા તે પતલા છે. આ ઉપરાંત તેની ગુણવત્તા પણ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મંદિરમાં પ્રથમ માળ પર કેટલાક સ્થળો પર પથ્થર નબળા છે. પથ્થરની પહોળાઇ નિશ્ચિત માપ કરતા ઘણી ઓછી છે.
આ પણ વાંચો : Elon Musk નું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચોંકાવનારું નિવેદન
પ્રથમ માળેથી હટશે નબળા પથ્થર
નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું કે, પ્રથમ માળ પર કેટલાક પથ્થર નબળા લાગી રહ્યા છે. જેને કાઢીને તેના સ્થાનેબીજા મજબુત અને યોગ્ય માપના પથ્થર લગાવવામાં આવશે. જે માટે મકરાણાથી પથ્થર મંગાવવામાં આવ્યા છે. મંદિર નિર્માણ સમિતીની તરફથી નિર્દેશો અપાયા છે કે તેનું કામ પણ શરૂ કરવામાં આવશે. દરમિયાન તેમણે મંદિર પરિસરમાં બનાવાઇ રહેલા સપ્ત મંદિર અંગે પણ માહિતી આપી. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, સપ્ત મંદિરમાં રામ મંદિરના પહેલા મહર્ષિ વાલ્મીકિનું મંદિર હશે. મંદિરમાં પ્રવેશ કરતા જ શ્રદ્ધાળુઓ મહર્ષિ વાલ્મિકી મંદિરના દર્શન કરી શકશે. મહર્ષિ વાલ્મિકીના મંદિરની સામે સાતમું મંદિર અગસ્ત્ય ઋષીનું હશે. સાતેય મંદિરોની વચ્ચે એક નાનકડુ સરોવર પણ બનાવશે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ બનતાં જ Trumpનું મોટું એલાન, આ મહિલાને સોંપી મહત્વની જવાબદારી
મંદિર પહેલા સપ્તર્ષીઓના મંદિરો બનશે
રામ મંદિર આવનારા શ્રદ્ધાળુ સરોવરમાં આચમન કરીને સપ્ત મંદિરના દર્શન કરી શકશે. રામ મંદિર નિર્માણ સમિતી પ્રતિમાસ મંદિર નિર્માણ અંગે એક બેઠકનું આયોજન કરે છે. જેમાં જવાબદાર સંસ્થાઓ સાથે મંદિરની સમીક્ષા કરવામાં આવે છે. બેઠક બાદ તેમણે રામ મંદિર નિર્માણના કાર્યનું નિરીક્ષણ પણ કરે છે.
આ પણ વાંચો : 'વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ', જો બાઈડનનો વિદાય સંદેશ