Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sandeshkhali controversy: પશ્ચિમ બંગાળમાં વધુ એક સામુહિસક દુષ્કર્મનો કેસ નોંધાયો

Sandeshkhali controversy: પશ્ચિમ બંગાળમાં અત્યારે મમતાની સરકાર પર અનેક આરોપો લાગી રહ્યા છે. સંદેશખાલીનો મામલો પણ વધુ બગડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સંદેશખાલી ચર્ચામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે કથિત સામુહિક દુષ્કર્મ અને સતામણીનો મામલો સામે આવતા...
sandeshkhali controversy  પશ્ચિમ બંગાળમાં વધુ એક સામુહિસક દુષ્કર્મનો કેસ નોંધાયો

Sandeshkhali controversy: પશ્ચિમ બંગાળમાં અત્યારે મમતાની સરકાર પર અનેક આરોપો લાગી રહ્યા છે. સંદેશખાલીનો મામલો પણ વધુ બગડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સંદેશખાલી ચર્ચામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે કથિત સામુહિક દુષ્કર્મ અને સતામણીનો મામલો સામે આવતા હોબાળો મચી ગયો છે. આ દરમિયાન કાલે એક અન્ય મહિલાએ સામુહિક દુષ્કર્મનો કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે મહિલાઓએ અહીં સામુહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે.

Advertisement

બંગાળના ડીજીપી રાજીવ કુમારે સંદેશખાલીની મુલાકાતે

સંદેશખાલીમાં મામલે વધુ બગડી રહ્યો છે, ટીએમસીના નેતાઓ પર સામુહિક દુષ્કર્મ અને સતામણીના કેસ નોંધાયા છે. આ દરમિયાન બંગાળના ડીજીપી રાજીવ કુમારે સંદેશખાલીની મુલાકાત લીધી છે. ડીજીપીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, જે લોકોએ કાયદાનો ભંગ કર્યો છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે સંદેશખાલી સતત ચર્ચામાં રહ્યું છે અને ટીએમસીના નેતાઓ દ્વારા ખેડૂતો અને ગરીબોની જમીનો પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાના અને મહિલાઓનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાજપ ટીએમસી નેતા શાહજહાં સહિત તમામ આરોપી નેતાઓની ધરપકડની માંગ કરી રહી છે.

આ ઘટનાઓ પાછળનો મુખ્ય સૂત્રધાર શાહજહાં શેખ

ઉલ્લેખનીય છે કે, ટીએમસી નેતાઓ પર અત્યારે અનેક આરોપો લાગેલા છે. ટીએમસી નેતા શાહજહાં શેખની વાત કરવામાં આવે તો તેના દ્વારા જ ટીએમસી નેતાઓએ આ ગુનાને અંજામ આપ્યો છે. આ એ જ શાહજહાં શેખ છે જેના ઘરે ઈડી દ્વારા રેડ પાડવામાં આવી અને તેણે ઈડીના અધિકારીઓ પર જાનલેવા હુમલો કરાવ્યો હતો. દરમિયાન, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ સંદેશખાલીમાં ચાલી રહેલી હિંસાને કારણે 'માનવ અધિકારોના સતત ઉલ્લંઘન'ના આરોપના અહેવાલો પર પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના પોલીસ વડાને નોટિસ મોકલી છે.

Advertisement

રાષ્ટ્રીય એસટી કમિશનની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી

નોંધનીય છે કે, સંદેશખાલીમાં થયેલ ગુનાખોરી માટે અત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ, માનવાધિકાર આયોગ અને અન્ય પણ આયોગ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એસટી કમિશનની ત્રણ સભ્યોની ટીમ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં આદિવાસી મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદોની તપાસ માટે પશ્ચિમ બંગાળ પહોંચી છે.

આ પણ વાંચો: Farmer Protest: ખેડૂત આંદોલનમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીનું મોત, જાણો શું હતું કારણ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.