Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NCB મુંબઈ ઝોનના પૂર્વ ચીફ સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો

NCB મુંબઈ ઝોનના પૂર્વ ચીફ સમીર વાનખેડે સામે CBI એ 12 મે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. CBI એ જણાવ્યું કે, સમીર વાનખેડેના કેમ્પસમાં આર્યન ખાન ક્રુઝ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અમે દરોડા પાડ્યા છે. દિલ્હી, મુંબઈ અને રાંચી...
08:29 PM May 12, 2023 IST | Viral Joshi

NCB મુંબઈ ઝોનના પૂર્વ ચીફ સમીર વાનખેડે સામે CBI એ 12 મે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. CBI એ જણાવ્યું કે, સમીર વાનખેડેના કેમ્પસમાં આર્યન ખાન ક્રુઝ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અમે દરોડા પાડ્યા છે. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 સ્થાનો પર દરોડા પાડ્યા છે. CBI ની ટીમ વાનખેડેની બહેન, પિતા અને સાસુ-સસરાના ઘરે પહોંચી છે.

29 સ્થળોએ દરોડા

CBI એ IRS અધિકારી સમીર વાનખેડે સહિત અન્યો સામે કરપ્શનનો કેસ નોંધ્યો છે. આ મામલે મુંબઈમાં તેમના કેમ્પસની તપાસ થઈ. વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડને લઈને વિવાદોથી ચર્ચામાં આવ્યા હતા. CBI એ સમીર વાનખેડે અને બે અન્ય આરોપીઓના સ્થાનો પર દરોડા પાડ્યા. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 સ્થાનો પર દરોડા પાડ્યા છે.

વાનખેડે પર ગંભીર આરોપો

NCB માં રહેતા સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના દિકરા સામે ડ્રગ્સ કેસની તપાસ કરી હતી ત્યારે તે NCB ના ચીફ હતા. બાદમાં આર્યનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અને ડ્રગ્સ કેસ પૂર્ણ થઈ ગયો હતો. NCB એ આર્યન ખાનના કેસ બાદ સમીર વાનખેડે સામે વિજેલન્સ તપાસ કરી હતી. જેની એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી હતી. જેમાં વાનખેડે પર ગંભીર આરોપ લાગ્યા હતા.

આર્યન ખાનને ક્લિન ચીટ

ક્રુઝ પર જ્યારે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે વાનખેડે NCB ના મુંબઈ ઝોનના ચીફ હતા. ક્રુઝથી દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચા સહિત અન્ય લોકોની ડ્રગ્સ લેવાના આરોપમાં 2 ઓક્ટોબર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આર્યન ખાન આશરે 4 અઠવાડિયા સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં રહ્યો. તેમની ધરપકડ પર અનેક સવાલો ઉઠ્યા હતા. સાક્ષીઓએ પણ છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જે બાદ NCB એ મે 2022માં કહ્યું કે, ખાન સામે પુરાવા નહી મળ્યા તેથી ક્લિનચીટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ASI ને શિવલિંગની કાર્બન ડેટિંગની આપી મંજૂરી

Tags :
Aryan KhanCBIDrug CaseMUMBAISameer Wankhede
Next Article