ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૈફ અલી ખાન રાજનીતિમાં આવશે? જાણો આ પક્ષ સાથે જોડાઇ શકે છે

મુંબઇ : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પોતાના અલગ અલગ પાત્રોના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રહે છે. બોલિવુડની સૌથી કલ્ટ ફિલ્મોમાં તેના પાત્રના ખુબ વખાણ પણ તઇ ચુક્યા છે. સેફ અલી ખાને એક ઇવેન્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ખુબ...
06:26 PM Sep 27, 2024 IST | KRUTARTH JOSHI
Saif ali khan join Congress

મુંબઇ : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પોતાના અલગ અલગ પાત્રોના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રહે છે. બોલિવુડની સૌથી કલ્ટ ફિલ્મોમાં તેના પાત્રના ખુબ વખાણ પણ તઇ ચુક્યા છે. સેફ અલી ખાને એક ઇવેન્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ખુબ જ વખાણ કર્યા હતા. પોતે તેના ચાહક હોવાનું પણ જણાવ્યું હતું. બોલિવુડ અભિનેતા સેફ અલી ખાને રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, તે એક બહાદુર રાજનેતા છે, જે ટિકાઓને પ્રભાવશાળી રીતે ઉકેલી નાખે છે.

આ પણ વાંચો : Himatnagar : સંકુલનાં ત્રીજા માળેથી BCA ના વિદ્યાર્થીએ અચાનક લગાવી દીધી છલાંગ, સારવાર દરમિયાન મોત

રાહુલે જે કર્યું તે કમાલ

INDIA TODAY ની કોન્કલેવમાં તેણે કહ્યું કે, મને બહાદૂર અને ઇમાનદાર રાજનેતાઓ પસંદ છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સુધીમાં કોને બહાદુર રાજનેતા માને છે જે ભારતને ભવિષ્ય તરફ લઇ જઇ શકે છે તેવું પુછાયું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, સૈફ અલી ખાને કહ્યું કે, તમામ બહાદુર રાજનેતા છે. રાહુલ ગાંધીએ જે કર્યું તે ખુબ જ આશ્ચર્યજનક અને કમાલનું કામ છે.

આ પણ વાંચો : શું છે MUDA કૌભાંડ? કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, લોકાયુક્તે નોંધ્યો કેસ

એક સમય એવો પણ હતો જ્યારે

સેફ અલી ખાને કહ્યું કે, મને લાગે છે કે, રાહુલ ગાંધીએ જે કર્યું તે ખુબ જ પ્રભાવશાળી છે. એક સમય એવો પ હતો જ્યારે લોકો તેમની મજાક ઉડાવતા હતા અથવા તેમનો અનાદર કરતા હતા. મને લાગે છે કે તેમણે ખુબ જ રસપ્રદ રીતે આકરી મહેનત કરીને સ્થિતિને બદલી નાખી છે. સેફનું રાહુલ ગાંધીનો વખાણ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : 4,000 Light Years પછી પૃથ્વી કેવી દેખાશે, તેની પ્રથમ ઝલક આવી સામે

કોંગ્રેસ નેતાઓએ આ ક્લિપ ખુબ શેર કરી

કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે પોતાના એક્સ હેન્ડલ પર આ ક્લિપ શેર કરી છે. તેમણે કહ્યું કે, સાચુ છે કે, રાહુલ ગાંધીએ લોકોના મંતવ્યો બદલ્યા છે. બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાને વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ખુબ વખાણ કર્યા છે. સેફ જે કહી રહ્યા છે તે બિલ્કુલ સાચુ છે. રાહુલે પોતાની મહેનતથી પોતાના અંગે લોકોના વિચાર બદલ્યા છે.

આ પણ વાંચો : Mpox નું જોખમ વધ્યું! દેશમાં બીજો દર્દી મળ્યો, આ રાજ્યમાંથી નોંધાયો કેસ...

સૈફ અલી ખાનની રાજનીતિમાં આવવા અંગે અટકળો

જો કે હાલ તો સોશિયલ મીડિયા પર જાતભાતની અટકળો પણ વહેતી થઇ છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે, સૈફ અલી ખાન પોતાના માટે રાજનીતિક સ્ટેજ તૈયાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી (કોંગ્રેસ) સાથે જોડાઇને તે પણ ટુંક સમયમાં ચૂંટણી લડે તે નવાઇ નહીં. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, કોંગ્રેસ સાથે જોડાતા પહેલા તે કોંગ્રેસના સર્વોચ્ચ નેતાની સિમ્પથી ગેઇન કરી રહ્યા છે.

આ પણ વાંચો : Patan : HNGU માં ગઈકાલે વિદેશી દારૂ મળ્યો, આજે વિદ્યાર્થીઓમાં તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, જુઓ Video

Tags :
BollywoodGujarat FirstGujarati NewsGujarati Samacharindia todayIndia Today Conclavelatest newsrahul-gandhiSaif Ali KhanSaif Ali Khan about Rahul GandhiSaif Ali Khan join CongressSaif Ali Khan on Rahul GandhiSaif Ali Khan praised Rahul GandhiSpeed NewsTrending News
Next Article