RRB ALP 2024: રેલવે ભરતી બોર્ડે ખાલી પડેલી જગ્યાઓમાં વધારો કરીને ભરતી બહાર પાડી
RRB ALP 2024: રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી (RRB ALP) 2024 ને લઈ ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે જાન્યુઆરી મહિનામાં Assistant loco pilot ની ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે આસિસ્ટન્ટ લોકો પાયલટની ખાલી જગ્યા 5696 થી વધીને 18 હજાર 799 થઈ ગઈ છે.
ઉમેદવારો તેમના ફોર્મમાં તેમની પસંદગીઓ બદલી શકશે
ખોટા જવાબ માટે એક તૃતીયાંશ ગુણ કાપવામાં આવશે
CBT-1 અને CBT-2 બંનેમાં નેગેટિવ માર્કિંગ હશે
ત્યારે Railway Recruitment Board એ એક સપ્તાહની અંદર તમામ પોસ્ટ પર ભરતની યાદીમાં ફેરફાર કરીને નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ નવી ભરતીમાં ખાલી જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. Railway Recruitment Board એ તમામ RRB ને તેમની પસંદગીઓને સુધારવાની તક આપવા માટે પણ સૂચના આપી છે. એટલે કે હવે ઉમેદવારો તેમના ફોર્મમાં તેમની પસંદગીઓ બદલી શકશે.
રેલવે ઝોન | રેલવે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ ખાલી જગ્યા | ALP ની પોસ્ટમાં વધારો કરેલી જગ્યા |
મધ્ય રેલવે | 535 | 1783 |
મધ્ય પૂર્વ રેલવે | 76 | 76 |
ઇસ્ટ કોસ્ટ રેલવે | 479 | 1595 |
પૂર્વ રેલવે | 415 | 1382 |
ઉત્તર મધ્ય રેલવે | 251 | 802 |
ઉત્તર પૂર્વ રેલવે | 43 | 143 |
ઉત્તરપૂર્વ સરહદ રેલવે | 129 | 428 |
ઉત્તર રેલવે | 150 | 499 |
ઉત્તર-પશ્ચિમ રેલવે | 228 | 761 |
દક્ષિણ મધ્ય રેલવે | 585 | 1949 |
દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવે | 1193 | 3973 |
દક્ષિણ પૂર્વ રેલવે | 300 | 1001 |
દક્ષિણ રેલવે | 218 | 726 |
દક્ષિણ પશ્ચિમ રેલવે | 473 | 1576 |
પશ્ચિમ મધ્ય રેલવે | 219 | 729 |
પશ્ચિમ રેલવે | 413 | 1376 |
કુલ | 5696 છે | 18799 |
ખોટા જવાબ માટે એક તૃતીયાંશ ગુણ કાપવામાં આવશે
રેલવેની Assistant loco pilot ની ભરતી પરીક્ષા જૂનથી ઓગસ્ટ વચ્ચે આયોજન કરવામાં આવી છે. તો પસંદગી પ્રક્રિયાના ચાર તબક્કા હશે. તેના અંતર્ગત પ્રથમ કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ત્યારબાદ CBT-2, પછી કમ્પ્યુટર આધારિત યોગ્તા પરીક્ષા અને અંતે દસ્તાવેજોને ચકાસણી કરવામાં આવશે. CBT-1 અને CBT-2 બંનેમાં નેગેટિવ માર્કિંગ હશે. દરેક ખોટા જવાબ માટે એક તૃતીયાંશ ગુણ કાપવામાં આવશે. એપ્ટિટ્યુડ ટેસ્ટમાં કોઈ માઈનસ માર્કિંગ રહેશે નહીં.
આ પણ વાંચો: UGC-NET 2024 પરીક્ષા કરવામાં આવી રદ, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું