ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

1074 રૂપિયામાં ફરો 7 જ્યોતિર્લિંગ, IRCTC આપી રહ્યું છે જબરદસ્ત ઓફર

નવી દિલ્હી : ઉનાળુ વેકેશનમાં રજાનો સદઉપયોગ કરીને તમે સાત જ્યોતિર્લિંગોના દર્શન કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખુબ જ સારુ ટુર પેકેજ લોન્ચ કરી રહ્યું છે. આ પેકેજમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા યોગનગરી...
12:35 PM Apr 25, 2024 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Mahakaleshwar temple

નવી દિલ્હી : ઉનાળુ વેકેશનમાં રજાનો સદઉપયોગ કરીને તમે સાત જ્યોતિર્લિંગોના દર્શન કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખુબ જ સારુ ટુર પેકેજ લોન્ચ કરી રહ્યું છે. આ પેકેજમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા યોગનગરી ઋષીકેશ રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ પર્યટક ટ્રેન દ્વારા 07 જ્યોતિર્લિંગના દર્શનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આ યાત્રામાં ઓમકારેશ્વર , મહાકાલેશ્વર, સોમનાથ, બેટ દ્વારા, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર મંદિર, નાગેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ ટૂર પેકેજ 22 મે, 2024 થી 2 જુન, 2024 સુધી રહેશે. આ પ્રવાસ કુલ 12 દિવસ અને 11 રાતનો રહેશે.

આ સ્થળો પર તમે ફરી શકશો

ભારત ગૌરવ ટ્રેન દ્વારા પર્યટકોને આ યાત્રા દરમિયાન ઓંકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, બેટ દ્વારકા, દ્વારકા, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ ટ્રેનમાં શ્રેણી અનુસાર કુલ બર્થની સંખ્યા 767 છે, જેમાં 2 એસીની કુલ 49 સીટો, 3 એસી કુલ 70 સીટ અને સ્લીપરની 648 સીટો છે. યાત્રી આ ટ્રેનમાં ઋષીકેશ, હરિદ્વાર, મુરાદાબાદ, બરેલી,શાહજહાપુર, હરદોઇ, લખનઉ, કાનપુર, ઉરઇ, વીરાંગા લક્ષ્મીબાઇ, લલિતપુરથી ચડી અને ઉતરી શકો છો. આ પેકેજમાં 2 એસી, 03 એસી અને સ્લીપર ક્લાસ યાત્રા, નાસ્તો, અને બપોરનું તથા રાત્રીના ભોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એસી-નોનએસી બસો દ્વારા સ્થાનિક ભ્રમણનો સમાવેશ થાય છે.

જાણો કેટલું ભાડુ હશે?

- ઇકોનોમી શ્રેણી (સ્લીપર ક્લાસ) માં એક બે ત્રણ વ્યક્તિઓને એક સાથે રોકાવા અંગે પર પેકેજનું મુલ્ય 22150 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને બાળક (5-11 વર્ષ) પેકેજની કિંમત 20800 રૂપિયા છે. જેમાં સ્લીપર ક્લાસ ટ્રેન યાત્રા, ડબલ ત્રિપલ પર નોનએસી હોટલમાં રોકાવાનું, નોન એસી હોટલના રૂમમાં મલ્ટી શેર પર વોશ એન્ડ ચેંજ અને નોન એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
- સ્ટાન્ડર્ડ શ્રેણી (3rd AC) માં એક બે ત્રણ વ્યક્તિને એક સાથે રોકાણનું પર પેકેજ મુલ્ય 36700 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને પ્રતિ બાળકના પેકેજનું મુલ્ય 35150 છે. જેમાં 3 એસી ક્લાસ ટ્રેન યાત્રા, ડબલ ટ્રિપલ પર એસી હોટલોમાં રોકાણ, નોનએસી હોટલના રૂમમાં ડબલ ટ્રિપલ પર વોશ એન્ડ ચેન્જ અને નોન એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા રહેશે.
-કમ્ફર્ટ શ્રેણી (2nd AC) માં એક બે ત્રણ વ્યક્તિને એક સાથે રોકાવાની સાથે પેકેજનું મુલ્ય 48600 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને પ્રતિબાળકના પેકેજનું મુલ્ય 46700 રૂપિયા છે. જેમાં 2 એસી ક્લાસ ટ્રેન યાત્રા, ડબલ ટ્રિપલ પર એસી હોટલમાં રોકાવાની વ્યવસ્થા, આવી હોટલના રૂમમાં ડબલ ટ્રિપલ પર વોશ એન્ડ ચેન્જ અને એસી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા રહેશે.

આ ટુર પેકેજમાં LTC અને EMI (1074 પ્રતિ માસ)ની સુવિધા પણ ઉપલબ્ધ છે. EMI ની સુવિધા આઇઆરસીટીસી પોર્ટલ પર ઉપલબ્ધ છે, જેને સરકારી અને બિન સરકારી બેંકો પાસેથી લઇ શકાય છે.

આ પ્રકારે કરો બુકિંગ

આ પેકેજ અંગે માહિતી આપતા આઇઆરસીટીસી ઉત્તરી ક્ષેત્રના મુખ્ય ક્ષેત્રિય પ્રબંધક અજીત કુમાર સિન્હાએ જણાવ્યું કે, આ ટૂર પેકેજના બુકિંગ પહેલા આવો પહેલા પાઓના આધાર પર કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે, આ યાત્રાના બુકિંગ માટે પર્યટન ભવન, ગોમતી નગર, લખનઉ ખાતે આઇઆરસીટીસી કાર્યાલય અને આઇઆરસીટીસીની વેબસાઇ www.Irctctourism.com થી ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકાય છે.

Tags :
indian railway jyotirlinga darshan tour packageIndian Railwaysindian railways newsindian railways news hindiIRCTCirctc tour packageirctc tour package jyotirlinga darshantrain tour packageआईआरसीटीसी