Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Road Accident: જમ્મુના કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માત,કાર ખીણમાં ખાબકતા 8ના મોત

Road Accident:જમ્મુના કાશ્મીરના અનંતનાનાગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સં આવી છે. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડક્સુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં એક કાર...
05:01 PM Jul 27, 2024 IST | Hiren Dave
Road Accident

Road Accident:જમ્મુના કાશ્મીરના અનંતનાનાગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સં આવી છે. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડક્સુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં એક કાર ખાડામાં પડી જતા કારમાં સવાર 8 લોકો મોતને ભેટ્યા.

કિશ્તવાડથી આવી રહી હતી કાર

પોલીસના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતી સુમો કાર જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહી હતી. કારે નિયંત્રણ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જેમાં 5 બાળકો, બે મહિલાઓ અને એક પુરુષ (પોલીસમેન)નો સમાવેશ થાય છે. હાલ ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસકર્મી તેના બાળકો સાથે કારમાં સવાર હતો

આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર અરાશન જગ્યાએ પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ તેના પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ પછી વાહન ખાડામાં પડી ગયું હતું. મૃતક ઇમ્તિયાઝ કિશ્તવાડથી મડવા કિશ્તવાડમાં તેના ઘરે આવી રહ્યો હતો, જ્યાં તે પોલીસ ડ્યુટી પર તૈનાત હતો.

પોલીસકર્મી તેના બાળકો સાથે કારમાં સવાર

આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કાર અનિયંત્રિત થતા કાર ખીણમાં પડી હતી.

ગયા અઠવાડિયે એક માર્ગ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ઝોજિલા પાસ પર એક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુના ત્રણ પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં પડતાં તેમનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ  વાંચો  -JAMMU&KASHMIR : ભારતીય સેના અને આતંકી વચ્ચે મૂઠભેડ, પાંચ જવાન ઘાયલ અને 1 શહીદ

આ પણ  વાંચો  -MUMBAI : ત્રણ માળની ઈમારત થઈ ધરાશાઈ, કાટમાળ નીચે ફસાયા રહેવાસીઓ

આ પણ  વાંચો  -Bangalore : તે તડપતી રહી, મદદ માંગી પણ કોઇ....જુઓ Video

Tags :
AccidentAnantnagJammu-KashmirKashmir Policeroad accident
Next Article