Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Road Accident: કાર ખાઇમાં પડતા 7ના મોત,વેકેશન કરવા જઇ રહ્યો હતો પરિવાર

Road Accident : હલ્દવાનીથી પુતપુરી જઈ રહેલી કાર ઓખાલકાંડામાં પટલોટ મોટરવેથી બે કિમી પહેલા અનારબન નજીક ઊંડી ખાઈમાં પડતા 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઉનાળુ વેકેશન હોવાથી ભદકોટ જઇ રહ્યા હતા. જે દરમિયાન ખાઇમાં પડતા દંપત્તી,...
01:15 PM Jun 06, 2024 IST | Hiren Dave
Road Accident

Road Accident : હલ્દવાનીથી પુતપુરી જઈ રહેલી કાર ઓખાલકાંડામાં પટલોટ મોટરવેથી બે કિમી પહેલા અનારબન નજીક ઊંડી ખાઈમાં પડતા 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઉનાળુ વેકેશન હોવાથી ભદકોટ જઇ રહ્યા હતા. જે દરમિયાન ખાઇમાં પડતા દંપત્તી, દિકરી સહિત 7 લોકોના મોત થયા

 

હલ્દવાનીથી પુતપુરી કાર  ખાઇમાં ખાબકી

મૂળ ભદકોટનો રહેવાસી મહેશચંદ્ર પારગાઈ સિડકુલમાં નોકરી કરતો હતો. તે સિસોના સિતારગંજમાં છ સભ્યોના પરિવાર સાથે રહેતો હતો. જ્યારે બાળકોની શાળામાં રજાઓ આવી ત્યારે તેની પત્ની પાર્વતીએ પરિવાર સાથે ભદકોટ જવાનું આયોજન કર્યું હતું. બુધવારે દંપતી તેમના ચાર બાળકો સાથે બસ દ્વારા સિતારગંજથી હલ્દવાની આવી હતી. ત્યાંથી તેઓ ભદકોટ જવા નીકળ્યા. હતા. પરંતુ આગળ જતા કાર ખાનસ્યુ બજારની આગળ ખીણમાં પડી. આ અકસ્માતમાં મહેશ ચંદ્ર પરગાઈ (40), પાર્વતી પારગાઈ (34) અને પુત્રી કવિતા પારગાઈ (10)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ તેના ત્રણ પુત્રો પંકજ પરગાઈ (12), મનોજ પરગાઈ (10) અને લોકેશ પરગાઈ સહિત સાત જણ ઘાયલ થયા હતા. મોડી રાત્રે તમામ ઘાયલોને સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

આ લોકોના થયા મોત

  1. ભુવન ચંદ્ર ભટ્ટ (30)
  2. ઉમેશ પરગાંઇ (38)
  3. મમતા ભટ્ટ (19)
  4. કવિતા પરગાંઇ (13)
  5. પાર્વતી દેવી (33)
  6. મહેશ ચંદ્ર પરગાંઇ (36)
  7. મહેશચંદ્ર રેખાડી (45)

આ પણ  વાંચો - Delhi ના લોકોમાં આનંદો! જળ સંકટને લઈને SC નો મોટો આદેશ…

આ પણ  વાંચો - સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

આ પણ  વાંચો - NDA : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રમશે મ્યુઝિકલ ચેર, ભૂલથી જો જૂની વાતો યાદ આવશે તો…

Tags :
7 member family diednainitalNainital accidentpatlotroad accidentUttarakhand
Next Article