Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 Summit 2023 : અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ પહોંચ્યા ઋષિ સુનક, ભગવાન સ્વામી નારાયણના કર્યા દર્શન

G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. મંદિરના દર્શન કર્યા બાદ તેમણે વિઝિટર ડાયરીમાં કેટલીક ખાસ વાતો લખી છે.G20 શિખર...
g20 summit 2023   અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ પહોંચ્યા ઋષિ સુનક  ભગવાન સ્વામી નારાયણના કર્યા દર્શન

G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. મંદિરના દર્શન કર્યા બાદ તેમણે વિઝિટર ડાયરીમાં કેટલીક ખાસ વાતો લખી છે.G20 શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચતા વડાપ્રધાન સુનકે કહ્યું હતું કે મને હિંદુ હોવા પર ગર્વ છે

Advertisement

સદ્ભાવના અને મિત્રતાના પ્રતીક તરીકે પરંપરાગત હિંદુ સંસ્કૃતિ પ્રમાણે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ કાર્યકરો દ્વારા વડાપ્રધાન શ્રી સુનકનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને BAPS ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી વિશેષ સંદેશ રજૂ કરવામાં હતો.

Advertisement

દર્શન બાદ બ્રિટિશ વડાપ્રધાને મંદિરની મુલાકાતીઓની ડાયરીમાં લખ્યું કે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં અમે મંદિર સમિતિ અને ઉપસ્થિત લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. આ સમિટ સમગ્ર વિશ્વને સામૂહિક રીતે શાંતિ, ધાર્મિક સમૃદ્ધિ અને વૈશ્વિક સંવાદિતા તરફ આગળ વધવામાં મદદ કરવા માટે એક શાનદાર સફળતા છે.

Advertisement

મળતીમાહિતી અનુસાર અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવે કહે છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રહ્યા હતા. તેમની પૂજા લાંબા સમય સુધી  ચાલી  હતી . આ દરમિયાન તેમની સાથે રહેલા લોકો કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે પરંતુ અમે તેમને કેવી રીતે રોકી શકીએ? તેમણે અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. જ્યોતીન્દ્રએ વધુમાં કહ્યું કે આજે આપણે જે જોયું તે સંપૂર્ણ સત્ય છે. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તનો હતો.

અક્ષતા અને સુનકે મંદિરના સ્થાપત્યના વખાણ કર્યા
મંદિરમાં, સુનક અને તેની પત્નીએ પવિત્ર છબીઓને આદર આપ્યો અને કલા અને સ્થાપત્યની પ્રશંસા કરી. દંપતીએ નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિમા પર અભિષેક પણ કર્યો હતો અને વિશ્વ શાંતિ, પ્રગતિ અને સૌહાર્દ માટે પ્રાર્થના કરી હતી.

બ્રિટનના પીએમ પોણા સાત વાગ્યે મંદિર પહોંચ્યા હતા

મંદિર સમિતિ વતી સ્વામી દયાનંદ દાસે જણાવ્યું કે તેઓ સાડા સાત વાગ્યે મંદિર પહોંચ્યા હતા. એક કલાક સુધી મંદિરમાં રોકાઈને દર્શન કર્યા હતા. મંદિર સમિતિ દ્વારા અક્ષરધામ મંદિરની તસવીર તેમને સંભારણું તરીકે અર્પણ કરવામાં આવી છે.દર્શન કર્યા બાદ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામીએ પીએમ ઋષિ સુનક અને તેમની પત્નીનું પુષ્પહાર કરીને સ્વાગત કર્યું હતું. આ પછી, સંતોએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી અને ઋષિ સુનક અને તેમની પત્નીના હાથ પર રક્ષા સૂત્ર બાંધ્યું   હતું

સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીએ કહ્યું કે અક્ષરધામમાં બ્રિટિશ વડા પ્રધાનનું સ્વાગત કરવું અને સ્વામી મહારાજના શાંતિ, એકતા અને જનસેવાના સંદેશને શેર કરવો એ સન્માનની વાત છે. ભારત સાથે બ્રિટનનો સંબંધ મિત્રતાના બંધનમાં બંધાયેલો છે. સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે સાથે બ્રિટનમાં ભારતીય મૂળના વડાપ્રધાન હોવું એ આપણા માટે ગર્વની વાત છે. આ સફર દ્વારા સંબંધોને મજબૂત કરવા બદલ અમને ખુશી છે.

ઋષિ સુનક પણ રામ કથામાં હાજર  રહ્યા  હતા

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત મોરારી બાપુ કી કથામાં હાજરી આપી હતી. અહીં તેમણે રામાયણ જીની આરતી ઉતારી હતી. કથાને સંબોધતા બ્રિટિશ પીએમએ જય શ્રી રામના નારાથી શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હિંદુ ધર્મ તેમને તેમના જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે અને બ્રિટનના વડા પ્રધાન તરીકે તેમને શ્રેષ્ઠ કામ કરવાની હિંમત આપે છે. સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે હું અહીં હિંદુ તરીકે આવ્યો છું. ધર્મ મારા માટે ખૂબ જ અંગત બાબત છે. વડા પ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કાર્ય નથી. તેણે કહ્યું કે અમારે ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, કઠિન પસંદગી કરવી પડે છે અને મારો ધર્મ મને મારા દેશ માટે શ્રેષ્ઠ કરવા માટે હિંમત અને શક્તિ આપે છે.

આ  પણ  વાંચો -ભારત માટે ઉપલબ્ધિઓથી ભરપૂર રહ્યો G-20નો પ્રથમ દિવસ

Tags :
Advertisement

.