Richest MP: દેશના સૌથી ધનિક સાંસદોની યાદી થઈ જાહેર, અધધધધ... કરાવે તેટલી સંપત્તિ
Richest MP: શું તમે જાણો છો કે લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election) બાદ દેશમાં સૌથી વધુ ધનિક સાંસદ (MP) કોણ છે ? જોકે વર્ષ 2019 માં ભાજપ (BJP) દ્વારા સૌથી વધુ બેઠકો પર જીત હાંસલ કરવામાં આવી હતી. પરંતુ ધનિક સાંસદો (MP) ની યાદીમાં ભાજપ (BJP) ના એક પણ સાંસદનું નામ નથી. ચાલો ત્યારે જાણીયે કે સૌથી વધુ ધનિક સાંસદો (MP) ની યાદીમાં કોણ-કોણ સામેલ છે.

Richest Member Of Parliament In India
Association for Democratic Reforms (ADR) ના અહેવાલ મુજબ, વર્ષ 2019 માં સાંસદ (MP) બનેલા ટોચના 5 અમીર નેતાઓમાં કોંગ્રેસ (Congress) ના સાંસદ (MP) નકુલ નાથ પ્રથમ હતા. મધ્યપ્રદેશ (MP) ના છિંદવાડાથી ચૂંટણી જીતેલા નકુલનાથે 660 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેઓ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર છે.

Richest Member Of Parliament In India
ધનિક સાંસદો (MP) ની યાદીમાં એચ.વસંતકુમાર બીજા સ્થાન પર છે. કોંગ્રેસ (Congress) સાંસદ એચ. વસંતકુમાર પાસે વર્ષ 2019 માં 417 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. કન્યાકુમારીથી જીતેલા વસંતકુમાર તમિલનાડુ કોંગ્રેસ (Congress) ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ઉદ્યોગપતિ છે.

Richest Member Of Parliament In India
ધનિક સાંસદો (MP) ની યાદીમાં ત્રીજા સ્થાને કોંગ્રેસ (Congress) સાંસદ (MP) ડીકે સુરેશ છે. તેમણે બેંગલોર ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેમણે પોતાના વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પ્રચારમાં કહ્યું હતું કે, તેઓ 338 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

Richest Member Of Parliament In India
YSRCP નેતા કનુમુરુ રઘુરામ કૃષ્ણ રાજા ધનિક સાંસદો (MP) ની યાદીમાં ચોથા સ્થાને છે. તેમની પાસે કુલ 325 કરોડની સંપત્તિ છે. તેઓ વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) આંધ્રપ્રદેશની નરસાપુરમ બેઠક જીત્યા હતા.

Richest Member Of Parliament In India
ધનિક સાંસદો (MP) ની યાદીમાં પાંચમા સ્થાને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના નેતા જયદેવ ગલ્લા છે. વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન તેમની કુલ 305 કરોડની સંપત્તિ હતી. તેઓ દેશમાં એક પ્રખ્યાત ઉદ્યોગપતિ પણ છે.
આ પણ વાંચો: Mukhtar Ansari Crimated: મુખ્તાર અંસારીની અંતિમ યાત્રામાં તેના મોટા ભાઈ અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઘર્ષણ
આ પણ વાંચો: Lok Sabha Elections : ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત,આ 27 નેતાઓને મળ્યું સ્થાન
આ પણ વાંચો: Lok Sabha Election 2024: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક નેતાએ ધારણ કર્યો કેસરિયો