Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

REPUBLIC DAY : જાણો પરેડના સમય, સ્થાન અને મુખ્ય આકર્ષણો વિષે

જાણો પરેડના સમય, સ્થળ અને આકર્ષણો વિષે : આજરોજ ભારત 26 જાન્યુઆરી 2024 ના રોજ તેના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે તમામની નજર નવી દિલ્હીમાં કર્તવ્ય પથની અદભૂત પરેડ પર છે. આ વર્ષની પરેડ ખરેખર...
republic day   જાણો પરેડના સમય  સ્થાન અને મુખ્ય આકર્ષણો વિષે

જાણો પરેડના સમય, સ્થળ અને આકર્ષણો વિષે : આજરોજ ભારત 26 જાન્યુઆરી 2024 ના રોજ તેના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે તમામની નજર નવી દિલ્હીમાં કર્તવ્ય પથની અદભૂત પરેડ પર છે. આ વર્ષની પરેડ ખરેખર અદભૂત હોવાની છે.  તો ચાલો આજે આપણે જાણીએ લે કે શું હશે આ વર્ષની પરેડમાં ખાસ.

Advertisement

આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દિલ્હીમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે. આ પહેલા 25 જાન્યુઆરીએ મેક્રોન જયપુર પહોંચ્યા હતા. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. પ્રજાસત્તાક દિવસ પરેડનો સમય સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે.

Advertisement

આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેમણે સરકારની લગભગ 30 મહત્વની યોજનાઓનો લાભ લીધો છે. આ ઉપરાંત પેટન્ટ મેળવનાર નિષ્ણાતો, ઈસરોના મહિલા વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Advertisement

જાણો પરેડના સમય અને સ્થળ વિશે 

ગણતંત્ર દિવસ પરેડનો સમય સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. તમે DD ચેનલ ઉપર આ પરેડનું લાઈવ નિહાળી શકશો.

ટિકિટ

આ પરેડ નિહાળવા માટે 77 હજાર બેઠકોની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય જનતા માટે 42 હજાર સીટો ટિકિટ દ્વારા બુક કરવામાં આવી છે. આરક્ષિત બેઠકો માટે કિંમત રૂ. 500 અને બિન અનામત બેઠકો માટે રૂ. 20 છે.

થીમ

75મો ગણતંત્ર દિવસ આપણા માટે ઘણી રીતે ખાસ છે. આ વખતે, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શાવવામાં આવેલા ટેબ્લોક્સથી લઈને પરેડ અને થીમ સુધી દરેક બાબતમાં મહિલાઓ કેન્દ્ર સ્થાને છે. ગણતંત્ર દિવસની થીમ 'વિકસિત ભારત' અને 'ભારત - લોકશાહીની માતા' રાખવામાં આવી છે.

આ પણ વાંચો -- Padma Awards Announced : વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, રામ નાઈક-મિથુનને પદ્મ ભૂષણ મળ્યા…

Tags :
Advertisement

.