Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ration scam: Ration scam માં ED ને મળી મોટી સફળતા

Ration scam: West Bengal માં ration scam પર કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા તપાસ કડક રીતે હાથ ધરવામાં આવી છે. ત્યારે TMC નેતાઓ અને તેના સમર્થકો વિરુદ્ધ પુરાવા મળતા જ ED ની ટીમ કાર્યવાહી શરું કરી દીધી છે. આખરે આ કૌભાંડમાં...
ration scam  ration scam માં ed ને મળી મોટી સફળતા

Ration scam: West Bengal માં ration scam પર કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા તપાસ કડક રીતે હાથ ધરવામાં આવી છે. ત્યારે TMC નેતાઓ અને તેના સમર્થકો વિરુદ્ધ પુરાવા મળતા જ ED ની ટીમ કાર્યવાહી શરું કરી દીધી છે. આખરે આ કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપી EDએ TMC નેતા શંકર અધ્યાની ધરપકડ કરી છે. શંકર આધ્યાને સ્થાનિક વિસ્તારના લોકો પણ તેમને 'ડાકુ' ના નામથી ઓળખે છે.

Advertisement

જો કે શંકર અધ્યાની ધરપકડ સમયે તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન એજન્સીની ટીમ સાથે ધક્કામુક્કી અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જો કે અગાઉ પણ ED ની ટીમએ TMC નેતા શંકર અધ્યા અને શાહજહાં શેખના ઘર પર દરોડા પાડ્યા હતા. આ બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ખુબ જ નજીક છે. તો બીજી તરફ શાહજહાંના ઘર પર દરોડા દરમિયાન એજન્સીની ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

શંકર આધ્યા અને ડાકુ બનવાની કહાની

TMC પાર્ટીના ટોચના નેતાઓ પણ શંકરને 'ડાકુ' તરીકે ઓળખે છે. TMC ના હાલમાં જેલની અંદર બંધ નેતા જ્યોતિપ્રિયો મલ્લિકની મદદથી શંકર અધ્યા રાજકારણમાં આવ્યા હતા. ત્યાર બાદ શંકર અધ્યા 2005 માં પહેલીવાર બાણગાંવ નગરપાલિકાના કાઉન્સિલર બન્યા હતા. બાદમાં તેઓ પાલિકાના ચેરમેન બન્યા હતા. તૃણમૂલના અનેક સંગઠનો પર તેમનો પ્રભાવ હતો. શંકરના પત્ની જ્યોત્સના નગરપાલિકાના ચેરપર્સન રહી ચૂક્યા છે.

શંકર અધ્યાનું આર્થિક સામ્રાજ્ય   

શંકર અધ્યાએ કોલકાતા, બાણગાંવ અને પેટ્રોપોલ ​​બોર્ડરમાં વિદેશી ચલણનું જંગી રોકાણ કર્યું હતું. આ વિસ્તારોમાં શંકરે તેના પિતાના નામે હોટેલ, જ્વેલરી શોપ અને 10 કરોડ રૂપિયાની સ્કૂલ પણ બનાવી છે. એટલું જ નહીં, શંકરે બાણગાંવમાં તેના પિતાના નામે એક માર્કેટ પણ ઉભું કર્યું છે.

Advertisement

West Bengal ration scam

ED નો આરોપ છે કે West Bengal માં કોરોના લોકડાઉન દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થામાં ઘણી ગેરનીતિઓનું પાલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાશન વિતરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. તે સમયે West Bengal ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિક હતા. ED એ 23 ઓક્ટોબર 2023 ના રોજ જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. ત્યારથી ED આ કૌભાંડ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડી રહી છે. આ સંબંધમાં આજે મલ્લિકના સૌથી મહત્વપૂર્ણ કમાન્ડર શંકર અધ્યાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Delhi Liquor Case: AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર મોટો ખુલાસો

Tags :
Advertisement

.