Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટનું રેન્કિંગ જારી, જાણો કયો દેશ બન્યો નંબર 1

નોમાડ કેપિટાલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 રેન્કિંગમાં આયર્લેન્ડનો પાસપોર્ટ પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે પાકિસ્તાનનો પાસપોર્ટ, હંમેશની જેમ, વિશ્વના સૌથી નબળા પાસપોર્ટમાંનો એક છે.
વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટનું રેન્કિંગ જારી  જાણો કયો દેશ બન્યો નંબર 1
Advertisement
  • વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જારી
  • રેન્કિંગમાં આયર્લેન્ડનો પાસપોર્ટ પ્રથમ ક્રમે આવ્યો
  • 199 દેશોના પાસપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું

Indian Passport Ranking: ટેક્સ અને ઇમિગ્રેશન કન્સલ્ટન્સી નોમાડ કેપિટલિસ્ટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ વખતે આયર્લેન્ડનો પાસપોર્ટ પહેલા ક્રમે આવ્યો છે. આયર્લેન્ડ આ રેન્કિંગમાં પ્રથમ વખત ટોચ પર પહોંચ્યું છે.

આ યાદીમાં, 199 દેશોના પાસપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો પાસપોર્ટ પણ સામેલ છે. જોકે, ભારતનો ક્રમ પહેલા કરતા વધુ નીચે ગયો છે. બીજી તરફ, પાકિસ્તાનના પાસપોર્ટની ગણતરી હંમેશાની જેમ વિશ્વના સૌથી નબળા પાસપોર્ટમાં થાય છે.

Advertisement

પાસપોર્ટનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે?

નોમાડ કેપિટલિસ્ટનો અભિગમ અન્ય રેન્કિંગ કરતા અલગ છે. સામાન્ય રીતે, પાસપોર્ટની મજબૂતાઈ ફક્ત એ આધાર પર નક્કી કરવામાં આવે છે કે તે કેટલા દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની સુવિધા આપે છે, પરંતુ દર વર્ષે નોમાડ પાસપોર્ટ ઇન્ડેક્સ એ પણ જુએ છે કે વિશ્વના દેશોનો પ્રભાવ કેવી રીતે બદલાઈ રહ્યો છે.

Advertisement

નોમાડ કેપિટલિસ્ટ પાંચ વ્યાપક પરિબળોના આધારે પાસપોર્ટનું રેન્કિંગ આપે છે

  • વિઝા મુક્ત મુસાફરી - 50%
  • કરવેરા પ્રણાલી (ટેક્સ) – 20%
  • વિશ્વમાં દેશની છબી - 10%
  • બેવડી નાગરિકતા સુવિધા - 10%
  • વ્યક્તિગત સ્વતંત્રતા - 10%

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, દર વર્ષે પાસપોર્ટની મજબૂતાઈ માપવામાં આવે છે.

પાસપોર્ટનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે?

નોમાડ કેપિટાલિસ્ટ પાસપોર્ટની મજબૂતાઈનું મૂલ્યાંકન કરવા માટે 199 દેશો અને પ્રદેશોના સરકારી ડેટા, રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સ અને સંશોધન પર આધાર રાખે છે. પાસપોર્ટનું રેન્કિંગ મોબિલિટી સ્કોર પર આધારિત છે, જે દર્શાવે છે કે પાસપોર્ટ સાથે મુસાફરી કરવી કેટલી સરળ છે. આમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે: વિઝા-મુક્ત મુસાફરી, આગમન પર વિઝા, ETA (ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન).

ઈ-વિઝાની સુવિધા ઉપરાંત, દરેક દેશની કર પ્રણાલીની પણ તપાસ કરવામાં આવે છે અને 10 થી 50 પોઈન્ટ વચ્ચેનો સ્કોર આપવામાં આવે છે. આ રીતે નક્કી થાય છે કે કયો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે.

આયર્લેન્ડનો પાસપોર્ટ નંબર 1 કેવી રીતે બન્યો?

199 દેશોનું વિશ્લેષણ કર્યા પછી, નોમેડ કેપિટાલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 એ 109 ના નોમેડ પાસપોર્ટ સ્કોર સાથે આયર્લેન્ડને પ્રથમ ક્રમ આપ્યો. ગયા વર્ષે, આયર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડથી પાછળ રહી ગયું હતું પરંતુ આ વર્ષે તે ફરી નંબર 1 પર આવી ગયું છે. 2020 ની શરૂઆતમાં, આયર્લેન્ડ લક્ઝમબર્ગ અને સ્વીડન સાથે પ્રથમ સ્થાને હતું. નોમાડ કેપિટાલિસ્ટના રિસર્ચ એસોસિયેટ જાવિઅર કોરિયાએ જણાવ્યું કે આયર્લેન્ડ ત્રણ કારણોસર આ નંબર મળ્યો.

  • મજબૂત આંતરરાષ્ટ્રીય છબી (વૈશ્વિક પ્રતિષ્ઠા)
  • વ્યવસાય માટે અનુકૂળ કર નીતિ
  • લવચીક નાગરિકતા નીતિ

આ કારણોસર, આયર્લેન્ડનો પાસપોર્ટ આ વર્ષે ફરીથી વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો.

આ પણ વાંચો :  Actor Manoj Kumar passes away : અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

2025 માં વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટ

નોમાડ કેપિટાલિસ્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર, આયર્લેન્ડનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. આઇરિશ નાગરિકો સમગ્ર EUમાં અને ખાસ કરીને યુકેમાં મુક્તપણે રહેવા અને કામ કરવાની છુટ મળે છે, જે તેની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. સૌથી મજબૂત પાસપોર્ટ ધરાવતા ટોચના 10 દેશો છે: આયર્લેન્ડ (પ્રથમ), સ્વિટ્ઝર્લૅન્ડ (બીજો), ગ્રીસ (બીજો), પોર્ટુગલ (ચોથો), માલ્ટા (પાંચમો), ઇટાલી (પાંચમો), લક્ઝમબર્ગ (સાતમો), ફિનલેન્ડ (સાતમો), નોર્વે (સાતમો), સંયુક્ત આરબ અમીરાત, ન્યુઝીલેન્ડ અને આઇસલેન્ડ (ત્રણેય 10મો ક્રમ). આ દેશો પાસપોર્ટ પાવરની દ્રષ્ટિએ ઉચ્ચ ક્રમે છે કારણ કે તેમના નાગરિકોને વધુ સ્વતંત્રતા, વિઝા-મુક્ત મુસાફરી અને સારી કર નીતિઓ મળે છે.

પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો

નોમાડ કેપિટાલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં યુનાઇટેડ સ્ટેટ્સ સાન મેરિનો સાથે 45માં ક્રમે છે. તે જ સમયે, પાકિસ્તાન, ઇરાક, એરિટ્રિયા, યમન અને અફઘાનિસ્તાન સૌથી નબળા પાસપોર્ટની યાદીમાં સૌથી નીચે છે. તેમનો રેન્કિંગ 195 થી 199 ની વચ્ચે છે, જેનો અર્થ એ છે કે તેમને વિશ્વના સૌથી નબળા પાસપોર્ટ ગણવામાં આવે છે.

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ

ભારત નોમાડ કેપિટાલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં 148મા ક્રમે છે, જે તેણે કોમોરોસ સાથે શેર કર્યો છે. ભારતને કુલ 47.5 પોઈન્ટ મળ્યા, જે નીચે મુજબ છે.

  • કરવેરા – 20 ગુણ
  • ગ્લોબલ પર્સેપ્શન (છબી) – 20 ગુણ
  • બેવડી નાગરિકતા સુવિધા - 20 ગુણ
  • વ્યક્તિગત સ્વતંત્રતા - 20 ગુણ

ગયા વર્ષે, ભારત મોઝામ્બિક સાથે 147મા સ્થાને હતું, જેનો અર્થ એ થયો કે આ વર્ષે તેનું રેન્કિંગ થોડું નીચે ગયું છે. આ ઉપરાંત, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ પણ 80મા ક્રમેથી ઘટીને 85મા ક્રમે આવી ગયો છે. આ સૂચકાંક ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ડેટા પર આધારિત છે.

આ પણ વાંચો : રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ, જાણો કયા પક્ષમાં કેટલા વોટ પડ્યા?

Tags :
Advertisement

Trending News

.

×