Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Mandir : રામમંદિરને લઈ ખોટી માહિતીથી સાવધાન...! કેન્દ્ર સરકારની એડવાઈઝરી

Ram Mandir : રામ મંદિરના (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિવિધ સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે. જે અંગ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે મીડિયા આઉટલેટ્સ,...
ram mandir   રામમંદિરને લઈ ખોટી માહિતીથી સાવધાન     કેન્દ્ર સરકારની એડવાઈઝરી

Ram Mandir : રામ મંદિરના (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિવિધ સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે. જે અંગ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે મીડિયા આઉટલેટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સંબંધિત ખોટી, છેડછાડ કરેલી અફવાને લોકોને ભરમાવામાં ન આવે તે (Goverment Advisory)અંગે ચેતવણી આપી છે.

Advertisement

કેન્દ્ર  સરકારની એડવાઈઝરી જાહેર કરી 

Advertisement

મંત્રાલયે તેની એડવાઈઝરીમાં કહ્યું કે, તાજેતરમાં જ એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને ભ્રામક સંદેશાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સંદેશાઓ સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. અયોધ્યામાં (Ram Mandir)રામ લલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.

Advertisement

એડવાઈઝરી અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પરના સમાચાર પ્રકાશકોને ખોટી અથવા હેરાફેરી કરી શકે તેવી કોઈપણ સામગ્રીને પ્રકાશિત અને પ્રસારિત કરવાથી દૂર રહેવા માટે કહે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આ બધાની વચ્ચે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉપરોક્ત માહિતી પ્રદર્શિત કે પ્રકાશિત ન કરવાની સલાહ આપીએ છીએ.

હાલમાં આ પ્રકારના અહેવાલો ફેક હોવાનો દાવો!

ભગવાન રામલલાની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામમંદિરનું ઉદઘાટન પણ થઈ રહ્યું છે. આ મહોત્સવથી પહેલા વીઆઈપી ટિકિટ, રામમંદિર પ્રસાદ આપવાનો દાવો કરતાં અનેક ફેક લિંક સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે. ઈ-કોમર્સ કંપનીને પણ અયોધ્યા રામમંદિર પ્રસાદનું લિસ્ટિંગ હટાવવા માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટી દ્વારા નોટિસ મોકલાઈ હતી.

વીઆઈપી ટિકિટને લગતો મેસેજ પણ ફેક

થોડા દિવસ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તત્કાળ વીઆઈપી ટિકિટનો દાવો કરતો નકલી ક્યૂઆર કોડવાળો એક વોટ્સએપ મેસેજ વાયરલ થયો હતો. જેના પછી મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ માટે ટ્રસ્ટે જાતે જ પસંદગીના મહેમાનોને જ આમંત્રણ મોકલ્યા છે.

આ  પણ  વાંચો  - Ayodhya Fake Sweet: સરકારે Amazon ને રામ મંદિરના પ્રસાદને લઈને આપી ચેતવણી

Tags :
Advertisement

.