Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajnath SIngh : રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, નાપાક પ્રવૃતિ કરનારાઓની હવે ખેર નહીં

Rajnath SIngh : આંધ્રપ્રદેશમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath SIngh )INS સંધ્યાકના કમિશનિંગ સેરેમનીમાં કહ્યું કે થોડા સમય પહેલા INS ઈમ્ફાલના કમિશનિંગ સેરેમનીમાં મેં કહ્યું હતું કે જે લોકો નાપાક પ્રવૃતિઓ કરી રહ્યા છે, અમે તેમને સમુદ્રના તળિયેથી પણ શોધી કાઢીશું....
rajnath singh   રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર  નાપાક પ્રવૃતિ કરનારાઓની હવે ખેર નહીં

Rajnath SIngh : આંધ્રપ્રદેશમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath SIngh )INS સંધ્યાકના કમિશનિંગ સેરેમનીમાં કહ્યું કે થોડા સમય પહેલા INS ઈમ્ફાલના કમિશનિંગ સેરેમનીમાં મેં કહ્યું હતું કે જે લોકો નાપાક પ્રવૃતિઓ કરી રહ્યા છે, અમે તેમને સમુદ્રના તળિયેથી પણ શોધી કાઢીશું. કડક કાર્યવાહી કરવામાં આવશે. હું આજે ફરીથી તેનું પુનરાવર્તન કરું છું. દરિયાઈ ચાંચિયાગીરી અને દાણચોરીમાં સંડોવાયેલા લોકોને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં, આ નવા ભારતનો સંકલ્પ છે.

Advertisement

વિશાખાપટ્ટનમમાં નૌકાદળના કાફલામાં INS સંધ્યાકને સામેલ કરવામાં આવી. આ જહાજ વ્યૂહાત્મક જળમાર્ગોમાં નેવીની દેખરેખ પ્રણાલીમાં સુધારો કરશે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા ખાતે ચાર સર્વેક્ષણ જહાજો બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી એકને 3 ફેબ્રુઆરીએ ઔપચારિક રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યુ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Advertisement

સંધ્યાક જહાજ અનેક પ્રકારની નૌકાદળની કામગીરી સર્વે કરશે

Advertisement

INS સંધ્યાકનું બંદર અને સમુદ્ર બંને જગ્યાએ વ્યાપક પરીક્ષણ કરાયુ છે. આ પરીક્ષણો પસાર કર્યા પછી તેને 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. સંધ્યાક જહાજની પ્રારંભિક ભૂમિકા બંદરના અભિગમોનું સંપૂર્ણ દરિયાઇ અને ઊંડા પાણીનું હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવાનું છે. તે શિપિંગ માર્ગો નક્કી કરવામાં પણ યોગદાન આપશે એટલું જ નહીં, આ જહાજ સંરક્ષણ અને અન્ય પ્રયોગો માટે સમુદ્રી અને ભૂ-ભૌતિક ડેટા પણ એકત્રિત કરશે. સંધ્યાક જહાજ અનેક પ્રકારની નૌકાદળની કામગીરી સર્વે કરવા માટે પણ સક્ષમ હશે.

આ પણ વાંચો - AAP : એકવાર ફરી દિલ્હીના CM કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.