Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan માં પાણી બચાવવાનો મહાઅભિયાન, જન સહયોગથી મૌરન નદીનું પુનરુત્થાન

Rajasthan CM ભજનલાલ શર્માનું મહાભિયાન જન સહયોગથી જળ-સંચયનું મહાઅભિયાન શરૂ કેન્દ્રીય જળશક્તિ સી.આર.પાટિલની માર્ગદર્શન દેશના સફળ PM શ્રી નરેન્દ્ર મોદી હંમેશા દેશના સર્વાંગી વિકાસ માટે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના મૂળ મંત્રમાં વિશ્વાસ રાખે છે અને આ...
rajasthan માં પાણી બચાવવાનો મહાઅભિયાન  જન સહયોગથી મૌરન નદીનું પુનરુત્થાન
Advertisement
  • Rajasthan CM ભજનલાલ શર્માનું મહાભિયાન
  • જન સહયોગથી જળ-સંચયનું મહાઅભિયાન શરૂ
  • કેન્દ્રીય જળશક્તિ સી.આર.પાટિલની માર્ગદર્શન

દેશના સફળ PM શ્રી નરેન્દ્ર મોદી હંમેશા દેશના સર્વાંગી વિકાસ માટે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના મૂળ મંત્રમાં વિશ્વાસ રાખે છે અને આ જ કારણ છે કે તેમની એક અપીલની ઊંડી અસર છે. PM ના માર્ગદર્શન હેઠળ, જનભાગીદારી સાથે લાલ કિલ્લાના કિલ્લા પરથી જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને થોડા જ સમયમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં સમગ્ર દેશમાં નવી જળક્રાંતિનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં આપણું રાજસ્થાન (Rajasthan) પણ પાછળ રહેવાનું ન હતું.

રાજસ્થાન (Rajasthan)માં પાણીની તીવ્ર સમસ્યાને દૂર કરવા માટે CM ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ જન સહયોગથી જળ-સંચયનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનો છે અને પર્યાવરણ સાથે સુમેળ સાધી પોતાનાં પ્રાકૃતિક સંસાધનોનું જતન કરવાનું છે. કેન્દ્રીય જળશક્તિ સી.આર. પાટિલની માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં નદી પુનરુત્થાનથી લઈને કુવા અને તળાવોની ભરપાઈ સુધીના કાર્યોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : ગ્રામીણ ભારત મહોત્સવ, વિકાસ માટે PM મોદીની નવી પહેલ

મૌરન નદીના નવજીવન માટે જનભાગીદારી...

મૌરન નદી, જે પ્રાચીન કાળમાં જીવનશક્તિ તરીકે ઓળખાતી, હવે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આ નદીના પુનરુત્થાન માટે સ્થાનિક લોકોને જોડવામાં આવ્યા છે. "કેચ ધ રેન" અભિયાન હેઠળ નદીના ખાડાઓને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીથી આસપાસના પાંચ ગામડાઓની પાણીની સમસ્યા દૂર થવાની અપેક્ષા છે. ગામવાસીઓના સહકારથી તળાવો ફરી પાણીથી ભરાઇ રહ્યા છે, અને નદી જીવંત બની રહી છે.

આ પણ વાંચો : Delhi અને નોઈડામાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત, IMD નું ઓરેન્જ એલર્ટ

 કુવો ખોદી અને વરસાદી પાણીના સંચય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી

ભૂમિ સંશોધનના ભાગરૂપે, ડમ્પિંગ યાર્ડમાં નદીને નવજીવન આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કુવો ખોદી અને વરસાદી પાણીના સંચય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી અને સ્થાનિક સહયોગથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શ્રમદાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોથી રાજસ્થાન (Rajasthan)માં પાણીના સ્તરને ઊંચું લાવવામાં અને પાણીની સમસ્યાને હળવી કરવામાં મદદ મળશે. આ અભિયાન માત્ર પર્યાવરણ જતન નહીં પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

આ પણ વાંચો : India: બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો

Tags :
Advertisement

.

×