રાહુલ ગાંધીએ યુએસમાં અચાનક ફોન કાઢીને કહ્યું- ‘હેલો મિસ્ટર મોદી, મારી જાસૂસી થઇ રહી છે’
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બુધવારે સિલિકોન વેલીમાં સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર ઉપર હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમની વિરુદ્ધ સૌથી વધારે માનહાનીને કેસો નોંધવામાં આવ્યા છે. પોતાની લોકસભાની સદસ્યતા જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન તે કાશ્મિરમાં હતા ત્યારે તેમને જીવલેણ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.
પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે કહ્યું કે, તેઓ જાણતા હતા કે તેમનો ફોન ટેપ થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેનાથી પરેશાન નથી. આટલું જ નહીં, રાહુલે તેમનો ફોન કાઢ્યો અને મજાકમાં કહ્યું, હેલો! મિસ્ટર મોદી". રાહુલ ગાંધી સનીવેલ સ્થિત 'પ્લગ એન્ડ પ્લે ટેક સેન્ટર' ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં સાહસિકો સાથે વાતચીત કરી રહ્યા હતા. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડા અને ભારતમાંથી રાહુલની સાથે આવેલા તેમના સહયોગીઓ પણ તેમની સાથે હાજર હતા. આ દરમિયાન રાહુલે કહ્યું, ડેટા એક પ્રકારનું સોનું છે અને ભારત જેવા દેશોએ તેની ક્ષમતાને ઓળખી છે.
રાહુલ ગાંધીએ ડેટા સુરક્ષા અને તેના માટેના યોગ્ય નિયમોની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે, ડેટા હવે નવુ ગોલ્ડ તરીકે ઉભરી રહ્યો છે.ભારતે તેની તાકાતનો અહેસાસ કર્યો છે. તેની સુરક્ષા માટે યોગ્ય ઉપાયો કરવા જરૂરી છે. સાથે સાથે તેમણે જાસૂસી સોફટવેર પેગાસસ સ્પાઈવેરનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યુ હતુ કે, હું જોકે તેના માટે ચિંતા કરતો નથી.
રાહુલ ગાંધીએ ડેટા સુરક્ષા અને યોગ્ય નિયમોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ડેટા એ નવું સોનું છે. ભારતે તેની સાચી ક્ષમતાનો અહેસાસ કર્યો છે. ડેટાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. પેનલ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. મજાક કરતા રાહુલ ગાંધીએ પોતાનો iPhone કાઢીને કહ્યું, ‘હેલો! મિસ્ટર મોદી’. તેમણે કહ્યું કે હું જાણું છું કે મારો ફોન ટેપ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : સાક્ષી હત્યા કેસ : ‘તું અહીનો ગુંડો છું ક્યાં ગઈ તારી ગુંડાઈ…’, ચેટ સામે આવી