ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી મામલે રાહુલ ગાંધીની આવી પ્રતિક્રિયા, કહ્યું- 100થી વધુ સાંસદ સસ્પેન્ડ છે પરંતુ..!

સંસદ પરિસરમાં ટીએમસી (TMC) સાંસદ કલ્યાણ બેનરજી (Kalyan Banerjee) એ રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની (Jagdeep Dhankhar) મિમિક્રી કરી હતી. ત્યાર બાદથી રાજકારણ ગરમાયું છે. બીજેપી (BJP) નેતાઓ દ્વારા આ મામલે વિપક્ષી દળો પર ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવાના આરોપ લગાવવામાં...
06:14 PM Dec 20, 2023 IST | Vipul Sen

સંસદ પરિસરમાં ટીએમસી (TMC) સાંસદ કલ્યાણ બેનરજી (Kalyan Banerjee) એ રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની (Jagdeep Dhankhar) મિમિક્રી કરી હતી. ત્યાર બાદથી રાજકારણ ગરમાયું છે. બીજેપી (BJP) નેતાઓ દ્વારા આ મામલે વિપક્ષી દળો પર ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બુધવારે કહ્યું કે, 150 સાંસદ સદનમાંથી સસ્પેન્ડ છે પરંતુ, તેમના અંગે કોઈ ચર્ચા નથી.

અડાણી, રાફેલ, બેરાજગારી પર કોઈ ચર્ચા નથી: રાહુલ

રાહુલ ગાંધીએ બુધવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ત્યાં સાંસદ બેઠા હતા. મે વીડિયો શૂટ કર્યો હતો. વીડિયો મારા ફોનમાં છે. મીડિયાએ તે જોયું. કોઈએ કંઈ કહ્યું નથી. અમારા 150 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ, મીડિયામાં તે અંગે કોઈ ચર્ચા નથી. અડાણી પર કોઈ ચર્ચા નથી. રાફેલ પર કોઈ ચર્ચા નથી. બેરોજગારી પર કોઈ ચર્ચા નથી. અમારા સાંસદ હતાશ થઈને બહાર બેઠા છે પરંતુ, તમે માત્ર તેના (મિમિક્રી) પર ચર્ચા કરી રહ્યા છો.

100થી વધુ સાંસદ સસ્પેન્ડ કરાયા

જણાવી દઈએ કે, સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ દ્વારા જોરદાર હંગામા પછી સંસદમાંથી 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે સંસદ ભવનની બહાર વિપક્ષી દળના સાંસદોએ વિરોધ દાખવ્યો હતો. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા અને તેમણે કલ્યાણ બેનરજી દ્વારા મિમિક્રીનો વીડિયો પણ બનાવ્યો હતો.

 

આ પણ વાંચો - મોબ લિંચિંગ પર મૃત્યુદંડ, દેશ વિરુદ્ધ બોલવા પર જેલ, લોકસભામાં નવા ક્રિમિનલ લો પર અમિત શાહનું નિવેદન

Tags :
BJPCongressJagdeep DhankharKalyan BanerjeeLokSabharahul-gandhiRajya SabhaTMC
Next Article