ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રાહુલ ગાંધી અપરિપક્વ, દેશની માફી માગવી જોઇએ: અનુરાગ ઠાકુર

ગુરુવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા અંગે ચર્ચા કરી હતી. તેમજ ઘણા નેતાઓ, કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા 2.0 શરૂ કરવા વિનંતી કરી હતી જેમાં નેતાઓએ...
04:17 PM Dec 22, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

ગુરુવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા અંગે ચર્ચા કરી હતી. તેમજ ઘણા નેતાઓ, કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા 2.0 શરૂ કરવા વિનંતી કરી હતી જેમાં નેતાઓએ તેમને પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો યાત્રાનું આયોજન કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, અધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રીના મામલામાં ભાજપ તેમને કોર્નર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.જેને લઇને હવે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે. તમિલનાડુના ચેન્નાઇ પહોંચેલા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી અપરિપક્વ છે. આ મામલે તેમણે માફી માંગવી જોઇએ.

 

રાહુલ ગાંધી અપરિપક્વ અને અલોકતાંત્રિક છે : અનુરાગ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી અપરિપક્વ, બિન-ગંભીર અને અલોકતાંત્રિક છે. પછી તે સદનની અંદર હોય કે બહાર. આ ઘણી જ શરમજનક બાબત છે. તેમના કાર્યો હોય કે તેમની સ્પીચ. તેમની ઘણી વખત ટીકા થઇ છે. રાહુલ ગાંધીએ જે પણ કંઇ કર્યુ છે તેના માટે દેશ તેમને માફ નહી કરે. જ્યારે આ સાંસદ આ પ્રકારની હરકત કરી રહ્યા હતા ત્યારે તેમને બંધ કરાવવાની જગ્યાએ રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાઇ ગયા. આ મામલે તેમણે માફી માગવી જોઇએ પરંતુ તેઓ એલિગેશન કરી રહ્યા છે.

 

 

અનુરાગે કહ્યું, રાહુલ ગાંધી અધ્યક્ષની મજાક ઉડાવી રહ્યા હતા

TMC સાંસદે અધ્યક્ષની નકલ કરતા વીડિયો રેકોર્ડ કર્યા બાદ રાહુલ ગાંધી અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીએ જે કર્યું તેના માટે દેશ તેને ક્યારેય માફ નહીં કરે. જો કોઈ સાંસદે ખોટું કામ કર્યું હોય તો તમારે તેને રોકવો જોઈતો હતો, પરંતુ તે પણ ખોટા કામ કરનારા લોકો સાથે જોડાઈ ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે માફી માંગવાને બદલે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તે કર્યું જે ન કરવું જોઈતું હતું.

આ  પણ  વાંચો  -કેબિનેટ વિસ્તરણની ચર્ચા તેજ, ​​CM મોહન યાદવ PM મોદી અને અમિત શાહને મળ્યા

 

Tags :
Anurag ThakurimmaturePoliticsrahul-gandhi