Parliament Tussle : કોંગ્રેસ-ભાજપ વચ્ચે તોફાન, ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ
- Parliament માં ધક્કામૂક્કીને લઈને ફરિયાદ
- SC/ST એક્ટ હેઠળ પણ કેસ
- બંને પક્ષોના દાવા પર તપાસ શરૂ
સંસદ (Parliament)માં ધક્કામૂક્કીને લઈને કોંગ્રેસ-ભાજપ સામસામે છે. બંનેએ સંસદ (Parliament) માર્ગ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપની ફરિયાદ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે . જે બાદ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ હવે કોંગ્રેસની ફરિયાદ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ આ અંગે પણ તપાસ કરશે. મતલબ કે હવે ક્રાઈમ બ્રાન્ચ કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે પોતાની ફરિયાદમાં ભાજપના સાંસદો પર મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે, SC/ST એક્ટ હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે.
BIG BREAKING 🚨⚡
Congress MPs filed FIR against BJP MPs for misbehaving with women MPs of Congress
A separate complaint also filed for abusing & heckling Dalit leader Mallikarjun Kharge
Congress in action mode now 🔥 pic.twitter.com/y5q3Nnf2Gl
— Ankit Mayank (@mr_mayank) December 19, 2024
દ્રશ્ય ફરીથી બનાવવામાં આવશે...
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ક્રાઈમ બ્રાન્ચ હવે સીન રિક્રિએટ કરશે અને દરેક પાસાઓની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, સંસદ (Parliament) ભવનનાં મકર ગેટ પર ભાજપ-કોંગ્રેસના સાંસદો સામસામે આવી ગયા હતા. જે બાદ ધક્કામૂક્કીનો મામલો સામે આવ્યો હતો. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીએ સાંસદો સાથે ઝપાઝપી કરી, જેના કારણે તેમને ઈજા થઈ. જ્યારે કોંગ્રેસે કહ્યું કે, BJP સાંસદોએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને ગાળો ભાંડી. જો કે હજુ સુધી આ અંગેનો કોઈ વીડિયો કે પુરાવા સામે આવ્યા નથી.
આ પણ વાંચો : Gurpatwant Singh Pannun ની ધમકી પર વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યું- અમે આ ધમકીઓ...
રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે...
માનવામાં આવી રહ્યું છે કે, ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં આ કેસના સંબંધમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પૂછપરછ કરશે. આ ઉપરાંત ધક્કામૂક્કીમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના નિવેદન પણ નોંધવામાં આવશે. પ્રતાપ સારંગીને માથામાં ઈજા થઈ હતી. જ્યારે મુકેશ રાજપૂતનું બીપી હાઈ હોવાનું કહેવાય છે. બંને સાંસદો હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મકર દ્વાર ખાતે પ્રદર્શન પર પ્રતિબંધ મુક્યો છે.
बाबा साहेब पर गृह मंत्री की अपमानजनक टिप्पणी को देश न भूलेगा, न बर्दाश्त करेगा।
अमित शाह को माफ़ी मांगनी ही होगी! pic.twitter.com/rioekQBtae
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2024
આ પણ વાંચો : UP : જમીન સંપાદન માટે વળતર વધાર્યું, CM યોગીનો ખેડૂતો માટે મહાન નિર્ણય
જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધાયો...
નોંધનીય છે કે, ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 3 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અદાણી અને આંબેડકર મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે આંબેડકરના અપમાનનો આરોપ લગાવતા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો : "બાળક ક્યાં છે?" – Atul Subhash ની માતાની પિટિશનથી ઉદ્ભવ્યો કાયદાકીય વિવાદ